Book Title: Navtattva Prakarana with Meaning
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 195
________________ ૧૭૮ નવતત્ત્વપ્રકરણ સાથે શબ્દાથ :સવ્વાણું-સર્વે (વચનો) રૂ-એવા પ્રકારની નિસર-જિનેશ્વરનાં યુદ્ધ-બુદ્ધિ માસિચારું–કહેલાં -જેના વચારૂં-વચને મને-હુદયમાં, મનમાં સમત્ત –સમ્યકત્વ અન્ન-અન્યથા, અસત્ય નિવૃઢ-નિશ્ચલ, દ્રઢ હૃતિ-હાય તસિ–તેને ગાથાર્થ – શ્રી જિનેશ્વરે કહેલાં સર્વે (કોઈપણ) વચને અસત્ય ન હાય” (એટલે સર્વે વચને સત્યજ હોય) જેના હૃદયમાં એવી બુદ્ધિ હેય તેનુ સમ્યક્ત્વ દ્રઢ છે. પરા વિશેષાર્થ – અસત્ય વચન બેલવામાં ક્રોધ-લભ-ભય-હાસ્ય એ જ મૂળ કારણ છે, તથા લજજા-દાક્ષિણ્યતા-ઈર્ષ્યા ઈત્યાદિ બીજા વિશેષ કારણે પણ અનેક છે, પરંતુ તે સર્વ એ ૪ મૂળ કારણમાં અન્તર્ગત છે. શ્રી જિનેશ્વર ભગવંત રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, ભય, હાસ્ય ઈત્યાદિ સર્વ દૂષણોથી સર્વથા રહિત છે. એક અંશમાત્ર પણ રાગ-દ્વેષ આદિ દેષ રહ્યો હોય તે વીતરાગ ન કહેવાય, તે એવા શ્રી વીતરાગ ભગવત સર્વને અસત્ય બલવાનું શું પ્રજન હોય ? માટે શ્રી વીતરાગ ભગવંત જે જે વચન કહે છે તે સંપૂર્ણ સત્ય જ હેય, એક પણ વચન અસત્ય ન હેય એવી દઢ ખાત્રી જેના હૃદયમાં સંસ્કાર પામી ગઈ છે તેવા જીવને સમ્યક્ત્વ (એટલે સમ્યફ શ્રદ્ધા) હોય છે અને તે પણ અતિ નિશ્ચલ (ઈંદ્રજાળ આદિ કોઈપણ કપટપ્રગોથી ચલાયમાન ન થાય તેવું) સમ્યકત્વ હોય છે. અન્ય દર્શનના અનેક ચમત્કાર દેખીને પણ “આ દર્શન-ધર્મ પણ શ્રેષ્ઠ છે.” એ મેહ કદી ન થાય, કઈ પણ દર્શન વીતરાગ ભગવંતના ધર્મથી ચઢિયાતું નથી એમ જાણે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224