________________
૧૭૮
નવતત્ત્વપ્રકરણ સાથે
શબ્દાથ :સવ્વાણું-સર્વે (વચનો) રૂ-એવા પ્રકારની નિસર-જિનેશ્વરનાં
યુદ્ધ-બુદ્ધિ માસિચારું–કહેલાં
-જેના વચારૂં-વચને
મને-હુદયમાં, મનમાં
સમત્ત –સમ્યકત્વ અન્ન-અન્યથા, અસત્ય
નિવૃઢ-નિશ્ચલ, દ્રઢ હૃતિ-હાય
તસિ–તેને
ગાથાર્થ – શ્રી જિનેશ્વરે કહેલાં સર્વે (કોઈપણ) વચને અસત્ય ન હાય” (એટલે સર્વે વચને સત્યજ હોય) જેના હૃદયમાં એવી બુદ્ધિ હેય તેનુ સમ્યક્ત્વ દ્રઢ છે. પરા
વિશેષાર્થ – અસત્ય વચન બેલવામાં ક્રોધ-લભ-ભય-હાસ્ય એ જ મૂળ કારણ છે, તથા લજજા-દાક્ષિણ્યતા-ઈર્ષ્યા ઈત્યાદિ બીજા વિશેષ કારણે પણ અનેક છે, પરંતુ તે સર્વ એ ૪ મૂળ કારણમાં અન્તર્ગત છે. શ્રી જિનેશ્વર ભગવંત રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, ભય, હાસ્ય ઈત્યાદિ સર્વ દૂષણોથી સર્વથા રહિત છે. એક અંશમાત્ર પણ રાગ-દ્વેષ આદિ દેષ રહ્યો હોય તે વીતરાગ ન કહેવાય, તે એવા શ્રી વીતરાગ ભગવત સર્વને અસત્ય બલવાનું શું પ્રજન હોય ? માટે શ્રી વીતરાગ ભગવંત જે જે વચન કહે છે તે સંપૂર્ણ સત્ય જ હેય, એક પણ વચન અસત્ય ન હેય એવી દઢ ખાત્રી જેના હૃદયમાં સંસ્કાર પામી ગઈ છે તેવા
જીવને સમ્યક્ત્વ (એટલે સમ્યફ શ્રદ્ધા) હોય છે અને તે પણ અતિ નિશ્ચલ (ઈંદ્રજાળ આદિ કોઈપણ કપટપ્રગોથી ચલાયમાન ન થાય તેવું) સમ્યકત્વ હોય છે. અન્ય દર્શનના અનેક ચમત્કાર દેખીને પણ “આ દર્શન-ધર્મ પણ શ્રેષ્ઠ છે.” એ મેહ કદી ન થાય, કઈ પણ દર્શન વીતરાગ ભગવંતના ધર્મથી ચઢિયાતું નથી એમ જાણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org