________________
૧૭૭
૯ મોક્ષ તત્વ
ગાથાર્થ – જીવાદિ નવ પદાર્થોને જે જાણે તેને સમ્યક્ત્વ હોય, બોધ વિના પણ ભાવથી શ્રદ્ધા રાખનારને પણ સમ્યકત્વ હોય છે.
વિશેષાથ- જીવ, અજીવ, આદિ નવ તનું સ્વરૂપ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમવડે સમજાય છે, અને તે સમજનાર આત્માને સત્યાસત્યને વિવેક થાય છે, ધમ-અધર્મ, હિત–અહિત (નવતત્વને જ્ઞાતા) જાણે છે, તેથી તેને સર્વજ્ઞભાષિત વચન જ સત્ય લાગે છે, અને તેમ થતાં નિશ્ચય સમ્યકત્વ (યથાર્થ વસ્તુતત્વની શ્રદ્ધા) પ્રગટ થાય છે. પરંતુ જે જ્ઞાનાવરણયને તે તીવ્ર ક્ષપશમ ન હોય અને જીવ અજીવ આદિ તત્વેનું જ્ઞાન ન હોય તે પણ “શિ િપત્તત્ત તમે સવં–શ્રી જિનેશ્વરે જે કહ્યું છે તેજ સત્ય” એવા અતિ દઢ સંસ્કારવાળા જીવને પણ (નવતત્વનું જ્ઞાન ન હોવા છતાં) સમ્યક્ત્વ અવશ્ય હોય છે.
સમ્યક્ત્વ છે કે નહિ તેને સર્વથા નિશ્ચય પ્રાયઃ અસર્વજ્ઞ જીવ જાણે શકે નહિં, પરંતુ સમ્યક્ત્વનાં જે ૬૭ લક્ષણે કહ્યાં છે તે લક્ષણને અનુસરે અનુમાન વડે જીવ પૂલ દષ્ટિએ (એટલે વ્યવહાર માત્રથી) પિતાના આત્મામાં તેમજ પરમાં વ્યવહાર સમ્યકત્વને સદુભાવ કે અભાવ અનુમાનથી વિચારી શકે અથવા જાણું શકે.
સમ્યક્ત્વ એટલે શું ? सव्वाइं जिणेसर-भासियाई वयणाइं नन्नहा हुंति । इइ बुद्धी जस्स मणे, सम्मत्तं निचलं तस्स ॥५२॥
સંસ્કૃત અનુવાદ सर्वाणि जिनेश्वरभाषितानि वचनानि नान्यथा भवन्ति ॥ इति बुद्धियस्य मनसि, सम्यक्त्वं निश्चल तस्य ॥५२॥
અવય સહિત પદચ્છેદ. जिणेसर भासिआइ सव्वाइं वयणाई अन्नहा न हुति ॥
जस्स मणे इइ बुद्धी तस्स सम्मत्त निच्चलं ॥५२॥ નવ–૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org