________________
૧૭૨
નવતત્ત્વપ્રકરણ સાથ :
પ્રશ્ન-સિદ્ધ પરમાત્માને જે ક્ષાયિક ભાવ છે, તો ક્ષાયિક ભાવના ૯ ભેદ હેવાને બદલે અહિં કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે જ ક્ષાયિક ભાવ કેમ કહ્યા? તથા ભવ્યત્વ (રૂ૫ પારિણમિક ભાવ સિદ્ધને કેમ નહિ?
ઉત્તર-મૂળ ગાથામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે જ ક્ષાયિક ભાવ સિદ્ધ પરમાત્માને કહ્યા. તે આત્માના જ્ઞાન દર્શન ગુણની મુખ્યતાએ કહ્યા છે, તથા દર્શનને અર્થ સમ્યક્ત્વ પણ છે તેથી ક્ષાયિક સમ્ય કૃત્વ પણ ગ્રહણ કરતાં શ્રી સિદ્ધમાં ૩ ક્ષાયિકભાવ આ ગાથામાં કહ્યા છે, તે પણ બીજા ૬ ક્ષાયિક ભાવેને સર્વથા નિષેધ ન જાણવે. શામાં એ ૬ ક્ષાયિક ભાવ માટે અમુક અમુકને નિષેધ અને ગ્રહણ બને છે, તે પણ એકંદર દૃષ્ટિએ વિચારતાં તે
જ શાસ્ત્રોમાં સમ્યકત્વ માટે દર્શન શબ્દ પ્રસિદ્ધ છે અને ઘણું શાસ્ત્રકારોએ શ્રી સિદ્ધમાં ૩ ભાવ કહ્યા છે તેથી અહિં ગાથામાં કહેલા સંત પદના ૨ અર્થ કરવામાં વિરોધ નથી.
૧ નવતત્ત્વની પ્રાચીન આચાર્ય કૃત અવસૂરિ તથા સાધુરત્નસૂરિકૃત અવસૂરિ ઇત્યાદિ ગ્રંથમાં સિદ્ધ પરમાત્માને શાયિક જ્ઞાન અને ક્ષાયિક દશન એ ૨ ભાવ જ કહ્યા છે, તેમાં પણ પ્રાચીન અવચૂરિમાં તો ૭ ભાવોને સ્પષ્ટ અક્ષરોથી નિષેધ કહ્યો છે, તથા નવાગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિત નવતત્ત્વભાષ્યમાં, એ જ ભાષ્યની યદેવઉપાધ્યાયત વૃત્તિમાં, શ્રી તત્વાર્થસૂત્રમાં, શ્રી આચારાંગ નિર્યુક્તિમાં અને મહાભાષ્યમાં ક્ષા, જ્ઞાન, ક્ષાત્ર દર્શન અને ક્ષા, સમ્યક્ત્વ એ ભાવ કહ્યા છે, શેષ ૬ ભાવને સ્પષ્ટ નિષેધ કહ્યો છે. દિગંબર સંપ્રદાયના તત્ત્વાથ વાતિક તથા રાજવાર્તિકમાં ક્ષા, વીર્ય ૪ લબ્ધિ સિવાય ૫ ભાવ કહ્યા છે. પરંતુ દાનાદિ ૪ લબ્ધિને સ્પષ્ટ નિષેધ નથી) કાલ લોકપ્રકાશમાં મહાભાષ્ય પ્રમાણે ૩ ભાવ ગ્રહણ કર્યા છે. અને કેટલાક આચાર્યોના મતે નવે ક્ષાયિક ભાવ ગ્રહણ કર્યા છે.
એ દરેક વિસંવાદ અપેક્ષા રહિત નથી, તો પણ સંક્ષેપમાં એટલું જ સમજવું કે કઈ ભાવ સવ્યપદેશપણુના (ઉપચરિતપણાના) કારણથી, કેઈ ભાવ કાર્યભાવના કારણથી અને કેઈ ભાવ સંસારી જીવન અંગે ગુણસ્થાનવૃત્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org