________________
નવતત્વપ્રકરણ સાથે
એ પ્રમાણે અનેક ગ્રંથની તારવણથી ૨૫ કિયાઓનું સ્વરૂપ અતિ સંક્ષેપમાં કહ્યું છે. વિશેષાથીએ શ્રી પ્રજ્ઞાપના-ઠાણગજી-નવ તત્ત્વભાષ્ય–આવશ્યકવૃત્તિ-વિચારસારપ્રકરણ-ઈત્યાદિ અનેક ગ્રંથમાંથી જાણવા છે. કેઈક ગ્રંથમાં અર્થ ભેદ છે, તથા કઈક ગ્રંથમાં નામભેદ પણ છે પરંતુ આ ગ્રંથમાં ચાલુ પદ્ધતિ પ્રમાણે ૨૫ ક્રિયાઓ લખી છે.
! આશ્રવતત્ત્વ જાણવાનો ઉદેશ છે આશ્રવતત્વ જાણુને આત્મા એમ વિચારે કે-ઉપર કહેલા ૪૨ ભેદ જે આશ્રવરૂપ છે, તેમને એક ભેદ પણ આત્મસ્વરૂપને સન્મુખ કરવામાં સહાયભૂત નથી, અપવાદ તરીકે ફક્ત પુણ્ય રૂપ જે શુભાવ તેજ એક સંસાર અટવીમાંથી પાર ઉતરવાને ગૃહસ્થાવાસમાં સહાયભૂત થાય છે શેષ પાપાનુબધિ પુણ્ય રૂપ શુભાશ્રવ અને આ જ ૪૨ પ્રકારના પાપરૂપ અશુભ આશ્રવે તે સર્વ આત્મસ્વરૂપને નાશ કરે છે અને કરશે. માટે કર્મના આગમન રૂપી આશ્રવતત્વ આત્માને ત્યાગ કરવા યોગ્ય છે, એમ જાણું પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષયોથી નિવતે, ૪ કષાયને ત્યાગ કરી વ્રત-નિયમને આદર કરે, મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ છેડે, અને તે તે કિયાએથી નિવૃત્ત થાય, એ પ્રમાણે કર્માશ્રવના માર્ગથી વિમુખ થયેલે આત્મા સંવર-નિર્જરાને
જ આ ૨૫ ક્રિયાઓ અથવા આશ્રવના કર ભેદમાંના કેટલાક ભેદ આગળ કહેવાતા સિદ્ધના ૧૫ ભેદની પેઠે પરસ્પર એક સરખા જેવા પણ છે, અને સૂકમ રીતે વિચારતાં ઘણું ભેદ જૂદા પણ સમજી શકાય છે. અહિં વિશેષ વર્ણન કરવાથી ગ્રંથવૃદ્ધિ થતાં અભ્યાસક વર્ગને કઠિનતા થઈ જવાના કારણથી ક્રિયાઓનું વિશેષ વર્ણન કર્યું નથી.
પુનઃ આ ૨૫ ક્રિયાઓમાંથી શ્રી પ્રજ્ઞાપનાજી વગેરેમાં પાંચ પાંચ ભેદથી ૧૦ કિયા વર્ણવી છે. અને શ્રી ઠાણુંગજીમાં બે બે ભેદથી ૨૪ વર્ણવી છે. તથા ઠાણાંગજીમાં એ સર્વને (આશ્રવની મુખ્યતાએ) અજીવ ક્રિયાઓ કહી છે, અને શ્રી દેવચન્દ્રજી ત વિચારસારમાં (જીવ પરિણામની મુખ્યતાએ) જીવ ક્રિયાઓ કહી છે, અપેક્ષાથી અને સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org