________________
૧૦૨
નવતત્ત્વપ્રકરણ સાથ : દેશ પરિષહ, અચલક, અરતિ, સ્ત્રી, ચર્યા, નૈધિકી ( સ્થાન) શય્યા, આકેશ, વધ, અને યાચના પરિષહ . ૨૭
વિશેષાર્થ – રિસમસ્ત પ્રકારે (કષ્ટને) સં-સહન કરવું પણ ધર્મ માર્ગને ત્યાગ ન કરે તે પરિષદ કહેવાય. તે ૨૨ પરિષદમાં દર્શન (સમ્યકત્વ) પરિષહ અને પ્રજ્ઞા પરિષહ એ બે પરિષહ ધમને ત્યાગ ન કરવા માટે છે, અને ૨૦ પરિષહ કર્મની નિર્જરા કરવા માટે છે, તે ૨૨ પરિષહ અનુક્રમે આ પ્રમાણે છે –
૨ સુધી રિસદ-સુધા વેદનીય સર્વ અશાતા વેદનીયથી અધિક છે, માટે તેવી ક્ષુધાને પણ સહન કરવી પરતુ અશુદ્ધ આહાર ગ્રહણ ન કરે, તેમજ આર્તધ્યાન ન કરવું તે સુધા પરિષહને વિજય કર્યો કહેવાય.
૨ પિપાસા પરિસદુ-પિપાસા–એટલે તૃષાને પણ સમ્યક્ પ્રકારે સહન કરવી પરંતુ સચિત્ત જળ અથવા મિશ્ર જળ પીવું નહિ, સંપૂર્ણ ૩ ઉકાળાવાળું ઉષ્ણ જળ આદિ અને તે પણ સિદ્ધાંતમાં કહેલી વિધિ પ્રમાણે નિર્દોષ પ્રાપ્ત થયું હોય તે જ પીવું. તે તૃષા પરિષહ.
રૂ શીત પરિષg-અતિશય ટાઢ પડવાથી અંગોપાંગ અકડાઈ જતાં હેય તે પણ સાધુને ન કપે તેવા વસ્ત્રની ઈચ્છા અથવા તાપણુએ, તાપવાની ઈચ્છા માત્ર પણ ન કરે, તે શત પરિષહ.
૪ ST પરિષદ-ઉન્હાળાની ઋતુમાં તપેલી શિલા અથવા રેતી ઉપર ચાલતા હોય અથવા તાપ સાત પડતું હોય તે વખતે મરણાન્ત કષ્ટ આબે પણ છત્રની છાયા અથવા વસ્ત્રની છાયા અથવા વીંઝણને વાયુ, કે સ્નાન-વિલેપન આદિકની ઇચ્છા માત્ર પણ ન કરે, તે ઉષ્ણુ પરિષહ.
૬ ટૂંસા પરિષદુ-વર્ષા કાળમાં ડાંસ–મચ્છરે-જૂ-માંકડ ઈત્યાદિ મુદ્ર જંતુઓ ઘણા ઉત્પન્ન થાય છે, તે જંતુઓ બાણના પ્રહાર સરખા ડંખ મારે તે પણ ત્યાંથી ખસી અન્ય સ્થાને જવાની ઈચ્છા ન કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org