________________
૧ જીવતત્વ (જીવનાં લક્ષણ)
૨૩
મુહૂર્ત સુધી હોય છે, અને ત્યારબાદ અતમુહુર્ત જ્ઞાને પગ હોય છે. એ પ્રમાણે દર્શને પગ અને જ્ઞાને પગ અન્તમુહૂર્ત-અન્તમુહૂર્તને આન્તરે વારંવાર પ્રાપ્ત થયા કરે છે અને કેવળી ભગવન્તને પ્રથમ સમયે કેવળજ્ઞાન, બીજે સમયે કેવળદર્શન એ પ્રમાણે એકેક સમયને આન્તરે સાદિ અનંતકાળ સુધી ચાલુ રહે છે, એમાં સિદ્ધત્વ પ્રાપ્તિના પ્રથમ સમયે પણ જ્ઞાનપગ જ વર્તતે હોય છે. એ પ્રમાણે ઉપયોગની પરાવૃત્તિ તે જીવને સ્વભાવ જ છે.
શંકા-દર્શન એટલે સામાન્ય ઉપયોગ, અને જ્ઞાન એટલે વિશેષ ઉપગ, એ બન્ને ઉપયોગ જીવનું લક્ષણ છે, એમ કહીને પુનઃ ઉપગને પણ જીવના લક્ષણ તરીકે આગળ જુદો કહેશે, તે એ ત્રણેયમાં કયા પ્રકારની ભિન્નતા છે ?
ઉત્તર-હે જિજ્ઞાસુ! રાન, દર્શન અને ઉપયોગ એ ત્રણ વાસ્તવિક રીતે સર્વથા ભિન્ન નથી; કારણ કે જીવને મૂળ ગુણ ઉપયાગ છે, પરંતુ એ ઉપગ જ્યારે વસ્તુના વિશેષ ધર્મ ગ્રહણમાં પ્રવર્તે તે હોય ત્યારે તે જ્ઞાન કહેવાય, અને વસ્તુના સામાન્ય ધર્મ ગ્રહણમાં પ્રવર્તતે હોય ત્યારે એ જ ઉપયોગ ન કહેવાય. એ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ઉપયોગ જે કે સર્વથા ભિન્ન નથી તે પણ સર્વત્ર જ્ઞાનનું માહામ્ય અતિશય હોવાથી જ્ઞાનની મુખ્યતા દર્શાવવાને જીવન વિશેષ ઉપયોગ રૂપ જ્ઞાનને ૬ લક્ષણમાં સર્વથી પહેલું કહ્યું, અને દશન એ પ્રાથમિક (સામાન્ય) ઉપયોગ છે માટે તેને બોનું લક્ષણે કહ્યું છે, જેથી સર્વ સિદ્ધાન્તમાં અને પ્રસિદ્ધિમાં પણ જીવના ગુણ જ્ઞાન, દર્શન આદિ કહેવાય છે. પુનઃજ્ઞાને પગ તે ય પદાર્થને સંબંધ થવા છતાં પણ તુ પ્રથમ સમયે નથી થતો પરંતુ પ્રથમ સમયથી જ્ઞાનમાત્રા વૃદ્ધિ પામતાં પામતાં અન્તર્મુહૂર્ત કાળે જે નિશ્ચિત અથવા વિશિષ્ટ અવબોધ થાય છે તે જ્ઞાન છે, અને તે બીજા અન્તર્મુહૂર્ત સુધી જ ટકી રહે છે. એમાં પહેલા અન્તમુહૂર્ત સંબંધી જે અનિશ્ચિત અથવા અવિશિષ્ટ બોધ તે જ છે. (એ શ્રી ભગવતીજીને ભાવાર્થ દ્રવ્યલેક પ્રકાશમાં કહ્યો છે. અને તે છદ્મસ્થના દર્શન-જ્ઞાનની અપેક્ષાએ ઠીક સંભવે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org