________________
૭૪
નવતવપ્રકરણ સાથે ઃ
वन्नचउकागुरुलहु. परघा उस्सास आयवुज्जा। सुभखगइनिमिणतसदस, सुरनरतिरिआउ तित्थयरं
તૈજસ–ૌજમ્ વગણનું બનેલું, અને શરીરમાં ગરમી રાખનારું, નજરે ન દેખાતું દરેક જીવ સાથે અનાદિ કાળથી જોડાયેલું શરીર તે–ૌજમ્ શરીર, અને એને અપાવનાર કમ તે તેજસ શરીર નામકર્મ.
કામણ—કામણ વગણનું બનેલું, તે આઠ કર્મોના સમૂહરૂપ કામણ શરીર ગણાય છે. અને તે અપાવનાર કર્મ તે–કામણ શરીર નામકર્મ કહેવાય છે. કામણ શરીર નામકમ ન હોય તે, જીવને કામણ વગણાજ મળી શકે નહી. અને એ કાર્મણ શરીરજ આઠ કર્મોની વણ રૂપે વહેંચાયેલું છે.
અંગોપાંગ–બે હાથ, બે પગ, માથું, પેટ, પીઠ, હૃદય એ આઠ અંગે, આંગળા વગેરે ઉપાંગે છે, અને રેખાઓ વગેરે અંગે પાંગે કહેવાય છે. તે અપાવનાર કેમ તે અંગે પાંગ નામકમ' કહેવાય છે. પહેલા ત્રણ શરીરને અંગે પાંગે હોય છે. બાકીનાઓને નથી હોતાં માટે અંગોપાંગ કમ ત્રણ છે.
વજઋષભનારાચ–સંઘયણ–સંહનન છ છે. સંહનન એટલે હાડકાંને બાંધે. વજી-ખીલે, ઋષભ-પાટ, નારાચ–બને હાથ તરફ મકટબંધ.
બનેય હાથથી બનેય હાથના કાંડા પરસ્પર પકડીએ તે મર્કટબંધ કહેવાય છે. તેના ઉપર લેઢાનો પાટ વીંટીએ, અને તેમાં ખીલે મારીએ. એમ કરતાં જેવી મજબૂતી થાય તે મજબૂત હાડકાંને બાંધે તે–વજષભનારાચ સહનન કહેવાય છે. તે મજબૂત બાંધે અપાવનાર કર્મ વજઋષભનારાયસંહનન નામકર્મ કહેવાય છે.
સમચતુર–સંસ્થાન એટલે આકૃતિ તે પણ છ છે. સમ-સરખાં, ચતુચાર. અસ્ત્ર- ખુણ. જે આકૃતિમાં ચાર ખૂણું સરખા હોય, તે સમચતુર સંસ્થાન. ચાર ખુણ-પદ્માસને બેઠેલ મનુષ્યના ૧. ડાબા ઢીંચણથી જમણે ખભે. ૨. જમણા ઢીંચણથી ડાબે ખભો. ૩. બે ઢીંચણ વચ્ચેનું અંતર અને ૪. આસનના મધ્યથી લલાટ સુધી. આ સંસ્થાનવાળા શરીરથી જગતમાં કઈ પણ વધારે સુંદર શરીર ન હોય તેવી શરીરની અદ્દભુત સુંદરતા હોય છે, તે સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org