________________
૩ પુણ્યતત્વ
આ પ્રમાણે આગળ પણ શુભ-અશુભ અનુભવ અને બંધાયેલા શુભ-અશુભ કર્મોના-પુણ્યના-પાપના અર્થો વિચારીને સમજવા.
૧ આનુપૂર્વી–એક ભવમાંથી બીજા ભવમાં આનુપૂરી પ્રમાણે આકાશપ્રદેશની શ્રેણીના અનુક્રમ પ્રમાણે-જ્યારે જીવ જાય છે. ત્યારે જે કર્મ ઉદ્યમાં આવે છે, તેનું નામ પણ આનુપૂવી નામકર્મ કહેવાય છે. જીવ કેઈવાર સીધે સીધે બીજા ભવમાં જાય છે, અને કોઈવાર તેને આકાશપ્રદેશની શ્રેણીમાં કાટખુણા (વક્રતા) કરવા પડે છે, કાટખુણ કરતી વખતે આ કર્મ ઉદયમાં આવે છે. અને જે ગતિમાં ઉપજવાનું હોય છે ત્યાં પહોંચતાં સુધી ઉદયમાં રહે છે.
ગતિ–મનુષ્ય, તિયચ, દેવ, અને નારકને લાયક જુદી જુદી પરિસ્થિતિઓ તે મનુષ્યાદિ ગતિ કહેવાય છે. તે અપાવનાર કર્મને તે તે ગતિનામકર્મ કહેવાય છે.
જાતિ-જગતમાં રહેલા દરેક જીવોના બાહ્ય આકાર અને બાહ્ય સામગ્રી ઉપરથી વગીકરણ કરતાં મુખ્ય પાંચ વર્ગો થઈ શકે છે તે વર્ગોનું નામ જાતિ છે. તે એકેન્દ્રિયાદિ જાતિ છે. તેમાંથી કોઈપણ જાતિ અપાવનાર કમ જાતિનામકર્મ કહેવાય છે.
દારિક–ઔદારિક વર્ગણાનું બનેલું અને મોક્ષમાં ખાસ ઉપયોગી હોવાથી ઉદાર–એટલે ઔદારિક શરીર, આપણું તથા તિયચનું ગણાય છે. તે શરીર અપાવનાર કમ તે ઔદારિકશરીર નામકર્મ છે.
વૈ—િક્રિય વગણનું બનેલું અને વિવિધ જાતની ક્રિયામાં સમર્થ એવું જે દેવ અને નારકેનું શરીર, તે વૈયિ શરીરતે અપાવનાર કર્મ તે ઐક્રિય શરીર નામકર્મ.
આહારક–આહારક વર્ગણનું બનેલું અને ચૌદ પૂર્વધરે શંકા પૂછવા કે તીર્થંકરાદિની ઋદ્ધિ જેવા એક હાથ પ્રમાણુનું, તત્કાળ પુદ્ગલેનું આહરણખેંચાણ કરીને બનાવી કાઢેલું. તે આહારક શરીર; અને તે અપાવનાર કર્મ તે આહારકશરીર નામકર્મ.
. અને ચૌદાનું અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org