________________
નવતત્વપ્રકરણ સાથ: પેઠે કાળને સર્વવ્યાપી માનવે પડશે, કારણ કે-નિશ્ચયકાળ તો સર્વ આકાશદ્રવ્યમાં પણ છે.
ગુરુ-એમ કહેવું તે પ્રમાણ વચન નથી કેમકે સિદ્ધાન્તમાં અસ્તિકાય પાંચ જ કહ્યા છે, અને છડું કાળદ્રવ્ય જુદું કહ્યું છે. ઘણુ પ્રદેશે હેય તે અસ્તિકાય, કહેવાય, અને કાળ તે ઘણું પ્રદેશવાળે નથી, પરંતુ વર્તમાને એકજ સમયરૂપ છે. તેમજ ભૂતકાળના સમયે વ્યતીત થવાથી વિદ્યમાન નથી. માટે દ્રવ્યના વર્તાનાદિ પર્યાયને ઉપચારે કાળદ્રવ્ય કહેવું.
શિષ્ય–જે કાળ વર્તમાન એક સમયરૂપ છે, તે કાળ વિનષ્ટ ધર્મ કહેવાય (એટલે જેને ધર્મ નાશ પામતે રહે છે એવો કહેવાય) પરન્તુ કાળ વિનષ્ટધમ નથી, અને તેથી જ વ્યતીત થયેલા અને ભવિષ્યના સમયોને પણ એકઠા ગણીને સમય, આવલિ, મુહૂર્ત, વર્ષ આદિ પ્રરૂપણ થઈ શકે છે. માટે કાળ બહુ પ્રદેશ છે, અને બહુ પ્રદેશી હોવાથી અસ્તિકાય પણ કહેવાય, અને અસ્તિકાય કહેવાય તે કાળને પૃથક્ દ્રવ્ય પણ અનુપચારથી કહેવાય, તેમાં કંઈ વિરૂદ્ધ નથી.
ગુરુ –એ સત્ય છે. પરંતુ એ તે બાદર નયની અપેક્ષાએ કાળ સ્થિર (અવિનષ્ટ ધમીં) ગણાય, અને તે પ્રમાણે પદાર્થ પણ ત્રિકાળવતી અંગીકાર કરાય છે. તથા આવલિકા. મુહૂર્ત, વર્ષ ઈત્યાદિ પ્રરૂપણ થાય છે, પરંતુ તે સર્વ વ્યવહારનય આશ્રયી છે, વાસ્તવિક નહિ, વાસ્તવિક રીતે વિચારતાં તે નિશ્ચયનયથી કાળ અપ્રદેશ છે, માટે કાળ અસ્તિકાય નથી, અને તેથી વાસ્તવિક રીતે દ્રવ્ય નથી, પરંતુ ગુજ– અમારા વિશ્વ-ગુણેને જેમાં આશ્રય હેય તે દ્રવ્ય કહેવાય. એ વચનને અનુસાર વસ્ત્રવ્ય કહેવાય છે. માટે દ્રવ્યથી વર્તાનાદિ લક્ષણવાળું, ક્ષેત્રથી સર્વ ક્ષેત્રવતી, કાળથી અનાદિ–અનન્ત, અને ભાવથી વર્ણ આદિ રહિત-અરૂપી તથા સૂર્યાદિકની ગતિ વડે સ્પષ્ટ ઓળખાતું, અને ઘટાદિક કાર્યવડે જેમ પરમાણુનું અનુમાન થાય છે, તેમ મુહૂર્નાદિ વડે સમયનું પણ અનુમાન કરાય છે, એવું કાળદ્રવ્ય પાંચ અસ્તિકાયથી જુદું માનવું, એજ શ્રી સર્વજ્ઞવચન પ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org