________________
અજીવતત્ત્વ જાણવાને ઉદ્દેશ
તે પુનઃ પૂર્વોક્ત ૩૦ સાથે મેળવતાં પ૬૦ ભેદ અજીવન થાય.
૨ અજીવતત્ત્વ જાણવાને ઉદેશ. પ્રશ્ન :-અજીવતવ શેર (એટલે જાણવા યોગ્ય) કહ્યું છે, તે ઉપરાંત બીજે કઈ ઉદ્દેશ છે?
ઉત્તર :–હે જિજ્ઞાસુ ! અજીવતત્વ માત્ર જાણવું એટલે જ અજીવતત્ત્વની જ્ઞાનપ્રાપ્તિને ઉદ્દેશ નથી, પરંતુ અજીવતત્ત્વનું જ્ઞાન કરીને જીવના સ્વરૂપની (અને પ્રસંગતઃ નવે ય તના હેય, ય, ઉપાદેય સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એજ અજીવતત્વની જ્ઞાનપ્રાપ્તિને ઉદ્દેશ છે, અજીવતવના જ્ઞાનથી જીવસ્વરૂપની પ્રાપ્તિ આ પ્રમાણે છે – - અજીમાંથી પુદગલે સાથે આત્માને વિશેષ સંબંધ છે, કારણ કે-જીવને પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ કરનાર આઠે કર્મ, પાંચ ઇન્દ્રિ શરીર, મન, ધન, પરિવાર ઇત્યાદિ સર્વ પદાર્થો પુદ્ગલ છે, તેથી આત્મા એમ વિચાર કરે કે-“આ પુદગલ દ્રવ્ય અછવદ્રવ્ય છે, હું જીવદ્રવ્ય છું, પુદ્ગલાદિ પદાર્થો જડ છે, હું ચેતન છું, પુદ્ગલ ક્ષણવિનાશી છે, હું અવિનાશી છું, પુદગલાદિ દ્રવ્યે અજ્ઞાન છે, હું અનન્ત જ્ઞાનવંત છું, છતાં પણ આ મુદ્દગલાદિ અજી સાથે મારે સંબંધ છે ?
. વળી, અજીવ-કર્મપુદ્ગલ મદારીની પેઠે મને-જીવને માંકડારૂપ બનાવી પિતાની ઈચ્છા પ્રમાણે નાચ નચાવે છે, તે કેટલું વિચિત્ર છે? હું જીવ રાજા સરખો ત્રણ ભુવનને અધિપતિ હોવા છતાં અને અનત વીર્ય બળથી મહાન કેસરી સિંહ સરખો હોવા છતાં, આ જડ-પુદગલાદિ અજી મારા ઉપર પિતાની સત્તા ચલાવી મને ગમે તે સ્થાને રઝળાવે છે, ભમાવે છે, દુઃખ દે છે, એ કેટલું વિચિત્ર છે ? ઈત્યાદિ-અજીવ દ્રવ્યની આત્મા સાથેના સંબંધની વિષમતા વિચારીને, એ જડ સ્વરૂપ અજીવ દ્રવ્યની રાજ્યસત્તામાંથી મુક્ત થઇ,
જીવ–આત્મા પિતાનું આત્મ-સામ્રાજ્ય જે અનાદિ કાળથી અજીવે દબાવી દીધું છે–તે આત્મ-સામ્રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવાના ઉપાયરૂપ પુણ્ય આદિ ઉપાદેય તને ઉપાદેય સ્વરૂપે સ્વીકાર કરે, અને આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org