________________
प्रथम खण्ड.
प्रथम परिच्छेद .
સમ્યગ્દષ્ટિ.
સમ્યવૃત્તિ; । ૪ ।।
सम्यग्दृष्टिविलोकितं हि सकलं सद्धर्मकृत्यं भवेत् । सम्यग्दृष्टिरुदाहृता जिनवरैस्तत्त्वार्थरुच्यात्मिका ॥ सदेवः सुगुरुः सुधर्म इति सत्तत्वत्रयं कथ्यते । ज्ञात्वा तत्परमार्थतः कुरु रुचि तत्त्वत्रये निर्मले ॥ સમ્યગ્દષ્ટિ.
ભાવા—ધર્મનું દરેક અનુષ્ઠાન સમ્યક્ દૃષ્ટિપૂર્વક જ હાવુ' જોઇએ. તીર્થંકરાએ સમ્યક્ દષ્ટિનું સ્વરૂપ તત્ત્વાર્થની રૂચિ તરીકે ઓળખાવેલું છે. સત્ય દેવ, સત્ય ગુરૂ અને સત્ય ધર્મ એ ત્રણ તત્ત્વા કહેવાય છે, એ ત્રણ તત્ત્વોનું પારમાર્થિક સ્વરૂપ સમજીને, હે માનવ ! તેના નિર્મળ સ્વરૂપમાં તું રૂચિ—શ્રદ્ધા રાખ. (૪)
વિવેચન—સમ્યક્ દષ્ટિ અથવા સમ્યક્ત્વ અથવા સમકિત ઉપર જૈન ધર્મમાં બહુ ભાર મૂકવામાં આવ્યા છે અને તેથી ઉલટું મિથ્યાત્વ છાંડવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યેા છે. આ સમ્યક્ દૃષ્ટિ એટલે શું ? રૂઢાર્થમાં સમકિતી અને મિથ્યાત્વના અર્થ કરવામાં આવે છે કે જેએ જૈન ધર્મીનુયાયી હાય તેએ સમકિતી કહેવાય અને જેએ અન્ય ધર્મોનુયાયી હાય તેઓ મિથ્યાત્વી કહેવાય; પરન્તુ ખરી રીતે તે દૃષ્ટિમાંથી વિષમતા