________________
तृतीयचतुर्थवयसोः कर्त्तव्यतारतम्यम् । ३॥ अभ्यासार्थमिदं चतुर्थवयसो नूनं तृतीयं वयो। यद्यत्तत्र च सर्वथा भवति तदेशेन भाव्यं त्विह ॥ प्रायस्तत्र महाव्रतानि विषयत्यागः कुटुम्बं जगत् । साध्यान्यत्र लघुव्रतानि विरतिः स्थूला समाजः कुलम्।
ભાવાર્થ-ત્રીજી અવસ્થા ખાસ કરીને ચોથી અવસ્થાનાં કર્તવ્યને અભ્યાસ કરવા માટે છે, એટલે કે ચોથી અવસ્થામાં જે કાર્યો સર્વથા–પરિપૂર્ણતઃ કરવાનાં છે તે કાર્યો ત્રીજી અવસ્થામાં પરિણીત સ્વરૂપમાં આદરવાનાં છે. ચોથી અવસ્થામાં જ્યારે વિષયને સર્વથા ત્યાગ કરી, આખા જગતને કુટુંબવત માની, મહાવ્રત આદરવાનાં હોય છે, ત્યારે ત્રીજી અવસ્થામાં પૂલ પાપોથી નિવૃત્ત થઈ સમાજને કુટુંબવત માની, લઘુત્રતો-અણુવ્રત આદરવાનાં હોય છે. (૩)
વિવેચન-મનુષ્યના જીવનની ચતુર્થ અવસ્થા એ મનુષ્યાવતારની સર્વશ્રેષ્ઠ અવસ્થા છે. પૂર્વ કર્મના શુભ ગથી કોઈ તેજસ્થી આત્મા પ્રથમ અવસ્થામાંથી જ ચતુર્થ અવસ્થામાં કૂદી પડે છે અને ચતુર્થ અવસ્થાને યથાયોગ્ય રીતે પાર ઉતારે છે; પરંતુ જેઓ ક્રમે ક્રમે આગળ વધવાની પરિણીત શક્તિવાળા મનુષ્યો છે તેઓને માટે ઉત્તરોત્તર અવસ્થાની સફળતા માટે પૂર્વ પૂર્વ અવસ્થા અભ્યાસને કાળ પૂરો પાડે છે એ નિયમે ચતુર્થ અવસ્થા માટે અભ્યાસનો કાળ એ ત્રીજી અવસ્થા છે. પહેલી–બીજી અવસ્થામાં દેહ તથા કુટુંબ પ્રત્યેનાં કર્તવ્ય કર્મો બનાવ્યા પછી મનુષ્યનું કર્તવ્યક્ષેત્ર ઉત્તરોત્તર વિશાળ થતું જાય છે. ચતુર્થ અવસ્થામાં તેણે એવો નિવૃત્તિધર્મ સ્વીકારવાનો છે કે જેથી સમગ્ર વસુધાને તે આત્મવત જુએ, પ્રત્યેક પ્રાણીમાં આત્મતુલ્યતાનું જ ભાન કરે. આ પરમ યોગીની દશા પ્રાપ્ત કરવા પૂર્વે ત્રીજી અવસ્થામાં મનુષ્ય પ્રાથમિક ચોથી અવસ્થા પાળવી