________________
જોઇએ. વિષય-કષાયના સર્વથા ત્યાગ કરવા, આખા જગમાં સમાન ભાવને અનુભવ કરવા, ચેાગની સાધના કરવી અને એ રીતે પરમ ચેાગીપદની પ્રાપ્તિ કરવી એ ચેાથી અવસ્થાનાં મુખ્ય કર્તવ્યા છે. ત્રીજી અવસ્થામાં એ કબ્યા અંશતઃ પાળી ધીમે ધીમે આગળ વધવું જોઇએ, એટલે કે સ્થૂળ પાપાને ત્યાગ કરવા કે જેથી આગળ જતાં વિષય-કષાયને સથા ત્યાગ કરવાનું અની શકે; દેશ અને સમાજની સેવા બજાવવી કે જેથી દૃષ્ટિની વિશાળતા વધે અને એ રીતે સમગ્ર જગત કિવા વિશ્વ ઉપર કુટુંબભાવ જાગૃત થાય; પૃથક્ પૃથક્ ત્રતા, નિયમા ઈત્યાદિ ગ્રહણ કરવાં કે જેથી આગળ જ્યાં સયમાદિ ધારણ કરીને યેાગસાધનાને માર્ગે સરલતાથી ચડી શકાય. ત્રીજી અને ચેાથી અવસ્થાનું આ તારતમ્ય છે અને એ જ આ ગ્રંથના એ ખાના ઉપક્રમ તથા ઉપસંહાર છે. (૩)