________________
પ્રથમ ગ્રંથનો આ ગ્રંથ સાથેનો સંબંધ, ભાવાર્થ તથા વિવેચન–પ્રથમ ગ્રંથમાં પહેલી બે વયમાં આદરવા ગ્ય નીતિરીતિ અર્થાત કર્તવ્ય કર્મનું આલોચન કરવામાં આવ્યું હતું. હવે ત્રીજી અવસ્થાનાં કર્તવ્ય કર્મનું દર્શન કરવાને માટે આ સમય ઉપસ્થિત થયો છે, અર્થાત્ આ દ્વિતીય ગ્રંથ લખવામાં આવ્યો છે. કર્તવ્યના બોધને અર્થે મનુષ્ય જીવનની ચાર જુદી જુદી અવસ્થાએ વિદ્વાનોએ કલ્પી છે અને પ્રત્યેક અવસ્થાનાં વિશિષ્ટ કર્તવ્ય કર્મનો ઉપદેશ કર્યો છે. એ ચાર અવસ્થામાં કર્તવ્ય કર્મ આ ગ્રંથકારે *પ્રથમ ગ્રંથમાં અનુક્રમે (૧) શિક્ષણ, (૨) નીતિ, (૩) પરાર્થ, (૪) ત્યાગ, એ પ્રમાણે દર્શાવેલાં છે. પ્રથમ ગ્રંથના પ્રથમ ખંડમાં સામાન્ય કર્તવ્યનો બોધ કરવામાં આવ્યો છે અને બીજા ખંડથી અવસ્થા પરત્વે વિશિષ્ટ કર્તવ્યને બોધ પ્રારંભવામાં આવ્યો છે. એ પ્રમાણે બીજા ખંડમાં બાલ્યાવસ્થાના શિક્ષણ વિષેનો બેધ તથા ત્રીજા ખંડમાં યુવાવસ્થામાં નીતિપુર:સર ઉદ્યોગ પ્રવૃત્તિ વિષેને બોધ કરવામાં આવ્યો છે. હવે અનુક્રમે ત્રીજી અવસ્થાના કર્તવ્યબોધને વિષય ઉપસ્થિત થાય છે, અને તે દ્વિતીય ગ્રંથના પ્રથમ ખંડમાં તથા ચોથી અવસ્થાના કર્તવ્યબોધનો વિષય બીજા ખંડમાં આવશે. પ્રથમ અને દ્વિતીય અવસ્થામાં જેણે અનુક્રમે વિદ્યોપાર્જન તથા ધન પાર્જન કર્યું છે અને જીવનમાં પિતાનું તથા પિતાના કુટુંબનું ઐહિક હિત સાધ્યું છે તેણે હવે આગળ વધીને પરાર્થે પોતાના જીવનનો સવ્યય કરવામાં ઉદ્યત થવું આવશ્યક છે. (૨)
[ કોઈ ગ્રંથ, પ્રકરણ કિંવા વાક્યના અર્થનિર્ણયના કાર્યમાં કુશળ મીમાંસકોએ સાત વસ્તુઓના વિચારને આવશ્યક માન્ય છે. ૩૫નો સંા અભ્યાસો પૂર્વતા Bસ્ટમ્ / અથવાદ્રોપપત્તી જ સ્ટિi તાત્પર્યનિચે અર્થાત-પહેલાં ગ્રંથને પ્રારંભ તથા છેવટે એ બાબતોને નિર્ણય કરવો, પછી અનુક્રમે અભ્યાસ, અપૂર્વતા, ફળ, અર્થવાદ, અને ઉ૫૫ત્તિ અથવા ઉપપાદન એ તપાસવાં એ પ્રકારે ગ્રંથના તાત્પર્યને જેમ નિર્ણય થાય છે તેમ એ જ પ્રકારના તાત્પર્યનિર્ણયની દૃષ્ટિથી ગ્રંથકારે ગ્રંથલેખનમાં ઉદ્યત થાય છે. ઉપર્યુક્ત શ્લોકમાં સામાન્ય પ્રસ્તાવ કરવામાં આવ્યા પછી નીચેના શ્લોકમાં ગ્રંથના ઉપકમ તથા ઉપસંહારનું તારતમ્ય આપવામાં આવે છે,
જુઓ લેક ૫ (પ્રથમ ગ્રંથ-ખંડ ૧-પરિચ્છેદ ૨).