________________
शार्दूलविक्रीडितम् ॥
मङ्गलाचरणम् । १॥ यस्माद्गौतमशङ्करप्रभृतयः प्राप्ता विभूतिं परां। नाभेयादिजिनास्तु शाश्वतपदं लोकोत्तरं लेभिरे ॥ स्पष्टं यत्र विभाति विश्वमखिलं देहो यथा दर्पणे । तज्ज्योतिःप्रणमाम्यहं त्रिकरणैः स्वाभीष्टसंसिद्धये ॥
| મંગલાચરણ, ભાવાર્થ-જે જ્યોતિમાંથી શ્રી ગૌતમબુદ્ધ, શંકર આદિ મહાપુરૂષો પરમ વિભૂતિને પામ્યા અને પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામી આદિ જિનેરો તે લેકોત્તર શાશ્વતપદ-સિદ્ધપદને પ્રાપ્ત થયા, જે જ્યોતિમાં અખિલ વિશ્વમંડળ દર્પણમાં દેહના પ્રતિબિમ્બવત સ્પષ્ટ રીતે ભાયમાન થાય છે તે જ્યોતિઃ ને હું મન, વચન અને કાયાએ કરીને મારી અભીષ્ટ વસ્તુની સંસિદ્ધિને અર્થે નમસ્કાર કરું છું. (૧)
વિવેચન—આત્મા અને પરમાત્માના સ્વરૂપવિષે જૂદા જુદા વિદ્વાનોએ, ગીઓએ અને મહાપુરૂષોએ જુદી જુદી કલ્પનાઓ કરી બતાવી છે, પરન્તુ એ કલ્પનાઓમાં જે વસ્તુસ્વરૂપની ઘટના ઘટાવવામાં આવી છે તે સામાન્ય જનસમાજને બુદ્ધિગમ્ય થઈ પડે એ રીતે ઘટાવવામાં આવી છે. વસ્તુતઃ સર્વ જ્ઞાનના સાર રૂપ એક પરમ વિશુદ્ધ કેવલજ્ઞાનરૂપ ચતજાતિ આ અખિલ વિશ્વમાં વ્યાપી રહેલ છે એમ તેઓ માને છે. એ જ્યોતિ કેવો છે? ભતૃહરિ કહે છે કે–
विकालाधनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये ।
स्वानुभूत्येकसाराय नमः शान्ताय तेजसे ॥ અર્થાત –જેની મૂર્તિ, દિશા અને કાળ વગેરેથી અમર્યાદિત છે, એટલા જ