Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ૧૪ અને અશુભ વિપાક દર્શાવવા માટે કથાસાહિત્ય અને ખાસ કરીને ઔપદેશિક તેમ જ રૂપકાત્મક સાહિત્ય યોજાયેલ છે. એ વાત લક્ષમાં લેતાં કર્મના સિદ્ધાંતના વિષયની વ્યાપકતા જૈન સાહિત્યમાં કેટલી બધી છે એ જણાય આવે છે. વળી કર્મને આવવાના અને રોકવાના માર્ગો તેમજ અને ક્રમશ : અને આત્યન્તિક નાશ એ બાબતે કેવળ જવાદિ નવે તને અંગેની કૃતિઓમાં જ વિચારાઈ છે એમ નહિ, પરંતુ એક રીતે તે આગમાં પણ આ બાબતની પ્રરૂપણા છે, જો કે એમાં કર્મને લગતી હકીકતો છૂટીછવાઈ છે.'
બધદસા (બન્ધદશા)–જૈન સાહિત્યમાં આગમે એની વિશાલતા, વિવિધતા અને વરેણ્યતાને તેમ જ પ્રાચીનતાને લઈને સૌથી મહત્ત્વના ગણાય છે. આજે જે ગ્રંથે થતાંબરીય આગમો તરીકે ઓળખાવાય છે તેમાં બંધદસા સિવાયને એક પણ આગમ કર્મસિદ્ધાંતના તમામ કે એક અંશ પૂરતી પણ સ્વતંત્ર કૃતિ નથી. આ બંધદસામાં દસ અજઝયણ હતાં. તેમાં ત્રણ અજઝયણનાં નામ બંધ, મોક્ષ અને કર્મ હતાં. આ આગમ આજે અંશત: પણ ઉપલબ્ધ નથી. જૈન આગમોમાં દિવિાય (દિષ્ટવાદ) અને તેમાં પણ પુવગય (પૂવગત) એ વિશાલતા, ગહનતા ઈત્યાદિને લીધે કેન્દ્રસ્થાન ભેગવે છે. “પુત્વગય એટલે ચૌદ પુન્હ (પૂર્વ)ને સમુદાય. આજે એક પણ પુત્ર ઉપલબ્ધ નથી, જો કે એમાંનાં કેટલાંક ઉદ્ધરણો મળે છે.
કમ્પ૫વાય (કર્મપ્રવાદ)-ચૌદ પુત્રે પછી આ કમ્મપવાય આઠમું છે. એ તે કર્મસિદ્ધાંતને સ્વતંત્ર અને ખૂબ જ
૧. આને એકત્રિત કરી મેં “The Doctrine of Karman in the Jaina Canon " નામને લેખ લખ્યો છે.
૨. આનું નામ તેમ જ એનાં ત્રણ અજઝયણ (અધ્યયન)નાં નામ વિચારતાં આ કૃતિમાં કેવળ કર્મસિદ્ધાન્તનું કે મુખ્યતયા એ જ સિદ્ધાન્તનું નિરૂપણ હશે એમ માની મેં આને અહીં ઉલ્લેખ કર્યો છે.