Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૬] ચાર પ્રાચીન કર્મથે પણ નામકર્મની ૮૩ તેમ જ ૧૦૩ ઉત્તર પ્રવૃતિઓની ગણને એમ વિવિધ બાબતોનું નિરૂપણ છે ૧૬ ૭મી ગાથામાં કર્તાનું “ગગરિસિ” નામ છે અને ૧૬૮મી ગાથામાં પ્રસ્તુત કૃતિની ૧૬૬ ગાથા હોવાને ઉલ્લેખ છે. આ જે બે ગાથાઓને ફરક છે તેને અંગે પરમાનંદસૂરિએ કહ્યું છે કે પહેલી ગાથામાં નમસ્કાર કરાયો છે અને છેલ્લીમાં આ પ્રકરણનું પરિમાણ દર્શાવાયું છે એટલે વિષયના નિરૂપણ પૂરતી તો. ૧૬ ૬ (૧૬૮-૨) ગાથા છે.
વિવરણાત્મક સાહિત્ય (૧) ભાસ-કેઈએ આ ભાસ રચ્યું છે. એમાંથી કેટલાંક અવતરણે દેવેન્દ્રસૂરિએ પિતાના કર્મગ્રની સંપન્ન વૃત્તિમાં આપ્યાં છે.
(૨) વૃત્તિ–પરમાનંદસૂરિએ ૯૬૦ શ્લોક જેવડી સંસ્કૃતમાં આ રચી છે આ પરમાનંદ શાંતિસૂરિના શિષ્ય અભયદેવના શિષ્ય થાય છે. એ વિ. સં. ૧૨૨૧માં વિદ્યમાન હતા.
(૩) ટીકા–મલયગિરિમૂરિએ આ રચી છે એમ જિ. ૨૦. કે. (વિ. ૧, પૃ. ૭૨)માં ઉલ્લેખ છે.
(૪) વૃત્તિકા–આ જિનદેવના શિષ્ય હરિભદ્ર રચી છે.
(૫) વ્યાખ્યા–આ અજ્ઞાતકર્તક વ્યાખ્યા ૧૦૦૦ લોક જેવડી છે. એ વિક્રમની ૧૨મી-૧૩મી સદીની રચના હેવાને સંભવ છે.
() ટીકા–આ અજ્ઞાતકર્તાક ટીકાને પ્રારંભ “રાગાદિવર્ગહતારથી કરાય છે એની એક હાથપોથી વિ. સં. ૧૨૫માં અને બીજી વિસં. ૧૨૯૫માં લખાયેલી છે.
(૭) ટીકા-આના કર્તાનું નામ જાણવામાં નથી આની એક હાથથી જેસલમેરના ભંડારમાં છે.