Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૪] કર્મસિદ્ધાન્તના અંશ સંબંધી કૃતિઓ ૧૬૨
ભાષાટીકા-આ ઉપર્યુક્ત સત્વચન્દ્રિકાના આધારે મનેહરલાલ શાસ્ત્રીએ રચી છે અને એ છપાવાઈ છે. જુઓ. પૃ. ૧૬૭.
(૨) ખણુસાર '(ક્ષપણુસાર) આ પણ ઉપયુંક્ત નેમિચન્દ્રની કૃતિ છે. એમાં ૨૭૦ ગાથા છે. એમાં કર્મના ક્ષયનું નિરૂપણ હશે એમ નામ વિચારતાં લાગે છે.
વૃત્તિ – નેમિચન્દ્રના શિષ્ય માધવચન્દ્ર સૈવિઘે શકસંવત ૧૧૨૫માં આ વૃતિ રચી છે. આ કૃતિ મેં જોઈ નથી.
(૩) ક્ષપણાસાર – આ સંસ્કૃત કૃતિ માધવચન્દ્ર ઐવિધે ગદ્યમાં રચી છે.
કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ. ૬૦)માં કહ્યું છે કે કસાયપાહુડના ક્ષપણુધિકારનાં ગાથાસૂત્રોને તેમ જ એને અંગે યતિવૃષભકૃત ચૂર્ણિસૂત્રગત સુત્રોને આધારે આ રચના કરાઇ છે. આ સંસ્કૃત ગદ્યાત્મક કૃતિ પ્રાયઃ ચૂર્ણિસૂત્રની છાયાત્મક યથાસંભવ અને આવશ્યકતા અનુસાર પલ્લવિત તથા પરિવર્ધિત કરાયેલી રચના છે. આની એક હાથપોથી જયપુરના ભંડારમાં છે.
(૪) તિભંગીયાર ( ત્રિભંગીસાર)– આ નિમ્નલિખિત છ કૃતિઓના સંગ્રહરૂપ ગણાય છે –
(૧) આસવ-ત્રિભંગી, (૨) બંધ-ત્રિભંગી, (૩) ઉદયાદરણું
૧. આ પ્રકાશિત છે. જુઓ. ૫. ૧૬૭.
૨. આ નામની એક સંસ્કૃત કૃતિ માધવચટ્ટે રચી છે. જુઓ આ જ પૃષ્ઠ. • ૩. આ નામની એક કૃતિ હરિભદ્રસૂરિએ રચ્યાનું કલેટે કહ્યું છે. જુઓ મારું પુસ્તક નામે શ્રી હરિભદ્રસૂરિ પૃ. ૯૧). એમાં મેં દિગ બરીય ત્રિભંગીસાર વિષે નોંધ લીધી છે.