Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૬૮ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨ : (૪) પ્રાગ્ય અને (૫) કરણ. પહેલી ચાર લબ્ધિઓ તો અભવ્યને પણ હોય છે જયારે પાંચમી ભવ્યને જ હોય છે એ પાંચમી કરણલબ્ધિનું અહીં વિસ્તૃત વર્ણન કરાયું છે.
ઔપશમિક અને ક્ષાયિક સમ્યની પ્રાપ્તિ તેમ જ દર્શનમેહનીયના ક્ષયના અલ્પબદુત્વનાં ૩૩ સ્થાને વિષે માહિતી આપી દર્શનલબ્ધિ નામને અધિકાર પૂર્ણ કરાય છે.
- ચારિત્ર-લબ્ધિમાં ઉપશમ–ચારિત્ર અને ઉપશમ–શ્રેણિનું નિરૂપણ કર્યા બાદ ચારિત્ર-મેહનીયના નાશની–ક્ષયની બાબત હાથ ધરાઈ છે. એમાં ક્ષયનું સ્વરૂપ, કૃષ્ટિ, બારમાં અને તેમાં ગુણસ્થાનને અગે વિચારણું, કેવલીની આહાર-માર્ગણું, કેવલીનું આવચિંતકરણ, સમુદ્દઘાત અને અંતમાં ચૌદમાં ગુણસ્થાનનું સ્વરૂપ એમ વિવિધ વિષયો રજૂ કરાયા છે. આમ અહીં ચારિત્ર-મેહનીયના ઉપશમ અને ક્ષયને ક્રમ દર્શાવાય છે. અંતમાં અવશિષ્ટ કર્મોને ક્ષય પણ વિચારાય છે. મોક્ષના સ્થાનનું સ્વરૂપ પણ રજૂ કરાયું છે.
પ્રણેતા – પ્રશસ્તિમાં નેમિચન્ટે પિતાને વીરનન્તિ અને ઇન્દ્રનન્દિના વસ્ત્ર અને અભયનન્દિના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. જ્ઞાનદાનની અપેક્ષાએ વત્સન અને દીક્ષાની અપેક્ષાએ શિષ્યને ઉલ્લેખ છે એમ મનેહરલાલ શાસ્ત્રીએ કહ્યું છે.
વિવરણ – લહિંસાર ઉપર માધવચન્દ્ર સંસ્કૃતમાં એક વૃત્તિ રચી છે. કેશવ વર્ણએ જે ટીકા રચી છે તે ઉપશમ–ચારિત્રના અધિકાર સુધીની જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત કોઈકે “યવ”થી શરૂ થતી વૃત્તિ સંસ્કૃતમાં રચી છે.
સમ્યકત્વચન્દ્રિકા– જયપુરમાં જન્મેલા ટેડરમલે વિ. સં. ૧૮૧૮માં આ ભાષાટીકા રચી છે.