Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૧] કસાયપાહુડ તથા સન્તકમ્મપાહુડ ૧૨૭
() ચૂડામણિશામકુંડ પછી થયેલા 'તું બુલૂર નામના આચાર્યો કસાયપાહુડ તેમ જ છખંડાગમના છઠ્ઠા ખંડ સિવાયના પહેલા પાંચ ખંડો ઉપર ટીકા રચી છે. આનું પરિમાણુ ચોર્યાસી હજાર હેક જેવડું છે. આની ભાષા કન્નડ છે. અકલ કે કન્નડ શબ્દાનુશાસનમાં “ચૂડામણિ” નામના તત્વાર્થ મહાશાસ્ત્ર વ્યાખ્યાનને ઉલ્લેખ કર્યો છે તે આ હશે. જો કે અહીં એનું પરિમાણ છનુ હજાર શ્લોક જેટલું દર્શાવાયું છે.
તું બુલૂરને સમય વિક્રમની થી સદી છે એમ ઉપર્યુક્ત પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે.
(૫) પાઈ-ટીકા-શુભનન્દ અને રવિનદિનામના બે મુનિઓ પાસે અભ્યાસ કરનાર બuદેવગુરુએ છખ ડાગામના છ યે ખડો ઉપર ટીકા રમ્યા બાદ કસાયપાહુડ ઉપર સાઠ હજાર લોક જેવડી ટીકા પાઈયમાં રચી છે. એમનો સમય વિક્રમની છઠ્ઠી અને આઠમી સદીની વચગાળાનો છે એમ ધવલા (ભા. ૧)ની પ્રરતાવના (પૃ. ૫૩)માં કહ્યું છે.
(૬) જયધવલા – ચૂણિ સૂત્ર ઉપર વીરસેન આચાર્યે ટીકા રચવી શરૂ કરી હતી પરંતુ એ વીસ હજાર શ્લોક જેવડી રચાતાં એમને સ્વર્ગવાસ થયે અને એ અપુર્ણ ટીકા એમના શિષ્ય જિનસેન આચાર્ય ચાળીસ હજાર ક જેટલું લખાણું તૈયાર કરી પૂર્ણ કરી. આમ બે કટકે જાયેલી આ ટીકા શકસંવત ૭૫૮માં પૂર્ણ થઈ. આ ટીકાનું નામ “જયધવલા' છે અને એનું સમગ્ર પરિમાણ ૬૦૦૦૦
ક જેવડું છે.
૧ આ આચાર્ય તંબુલરના રહેવાસી હેવાથી એમનું આ નામ છે એમ મનાય છે.
૨ એમના મતે ગુણધર આચાર્યું જ ર૩૩ ગાથાઓ, નહિ કે ૧૮૦ ગાથાઓ રચી છે. આ મતની આલોચના ક. પા. સુ.ની પ્રસ્તાવના (પૃ. ૧૧)માં કરાઈ છે.