Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૩ ]
અવશિષ્ટ કૃતિઓ એટલે આ પઘનન્ટિ આકલંક પછી થયાનું અનુમનાય છે. પ્રરતાવનાકારના મતે આ વૃત્તિ વિક્રમની દસમી સદી પહેલાં રચાયાને સંભવ છે.
આ પાઈય વિત્તિવાળા જીવસમાસની અનેક ગાથાઓ છે. જીવસમાસમાં એ જ સ્વરૂપમાં નજરે પડે છે જે આથી આ પાઈય વિત્તિ છે. જીવસમાસના સ્પષ્ટીકરણની ગરજ સારે છે. આ વૃત્તિ – આ સંસ્કૃત વૃત્તિ સૂરિ ( ભટ્ટારક) સુમતિકીતિ એ વિ. સં. ૧૬૨૦માં ઈલાવમાં રચી છે, એ એક જ હાથથી અને તે પણ ખંડિત મળી છે. આ વૃત્તિ મૂળ તેમ જ ભાસ બંનેના
સ્પષ્ટીકરણરૂપ છે. ત્રીજા પ્રકરણની - મૂળની ૨૮મી ગાથાથી આ વૃત્તિ અત્ર અપાઈ છે. આ વૃત્તિનું સંશોધન વૃત્તિકારને ગુરુ જ્ઞાનભૂષણે કર્યું છે. આ વૃત્તિ હંસ નામના વર્ણની પ્રેરણાથી વેજાઈ છે. આ સુમતિકીર્તિ એ પ્રસ્તુત પંચસંગ્રહને “લઘુગોમટસાર કહ્યો છે તે એમની ભૂલ છે. આ વૃત્તિમાં અમિતગતિકૃતિ પંચસંગ્રહ તથા ગોમટસારમાંથી અવતરણ અપાયાં છે.
(૨) પંચસંગહ (પંચસંગ્રહ) યાને ગોમટસાર * ૧ આ વે. ગ્રંથ છખડાગામના પ્રથમ આઠ પ્રરૂપણની નિર્માણના તેમ જ અજ્ઞાતકર્તાક પંચાંગહના પ્રથમ પ્રકરણના પણ આધારરૂપ છે એમ આ પિચરસંગહની પ્રસ્તાવના (પૃ. ૩૬)માં કહ્યું છે. જે
૨ જુએ અજ્ઞાતકર્તાક દિ. પંચસંગહણી પ્રસ્તાવના (પૃ. ૩૭).
૩ આ નામથી આ કૃતિ પ્રથમ કંડ (કાંડ) ઉપરની અભિયચન્દ્રકૃત ટીકા અને દ્વિતીય કંડ ઉપરની કેશવવર્ણની ટીકા સહિત “હરિભાઈ દેવકરણ ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૪ તરીકે કલકત્તાથી ઈ. સ. ૧૯૨૧માં છપાવાઈ છે. આ ગેમ્મસાર સંસ્કૃત છાયા અને હિન્દી અનુવાદ સહિત “રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાલા”માં બે ભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૨૭ અને ઈ. સ. ૧૯૨૮માં પ્રકાશિત કરાય છે. પ્રથમ ભાગનાજીવકંડના અનુવાદક પં. ખૂબચન્દ્ર જૈન છે જ્યારે દ્વિતીય ભાગના ૫. મનેહરલાલ શાસ્ત્રી છે. બંને ભાગમાં વિષયસૂચિ છે. પ્રથમ ભાગમાં તે એ ભાગગત ગાથાઓની સૂચિ છે પરંતુ બીજામાં તેમ નથી. મૂળ કૃતિ જગમંદરલાલ જૈનના અંગ્રેજી અનુવાદ સહિત (Sacred Books of the Jainas'માં ગ્રંથ ૫ અને ૬ તરીકે લખનૌથી ઈ. સ. ૧૯૨૭માં પ્રસિદ્ધ કરાઈ છે.