Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૬૪
કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખંડ ૨: સ્થાનને લક્ષીને પણ વિવેચન છે. આ ઉપરાંત ભંગે, ઉપશમના અને ૫ણને અંગે પણ નિરૂપણ છે.
પ્રણેતા – અમિતગતિ એ “માથુર સંઘના માધવસેનના શિષ્ય થાય છે. એમણે વિ. સં. ૧૦૭૩માં મસૂતિકા’ પુરમાં આ પંચસંગ્રહ સંસ્કૃતમાં રચ્યો છે.
આધાર – આ પંચસંગ્રહ અજ્ઞાતકર્તાક દિવ પંચસંગને આધારે જાય છે. એમ કેટલાક કહે છે તો કેટલાક ગોમટસારનો એ માટે ઉલ્લેખ કરે છે. અજ્ઞાતકર્તાક દિપંચસંગહના ક્રમે અમિતગતિએ પિતાની આ કૃતિ મોટે ભાગે રચી છે. કેવળ નામકર્મના ઉદયસ્થાનોનું નિરૂપણ કરતી વેળા પંચસંગહને ક્રમ જતો કરાય છે.
અજ્ઞાતકર્તક પંચસંગહથી અમિતગતિની પ્રસ્તુત કૃતિની છ પ્રકારની વિશિષ્ટતા પંચસંગહની પ્રસ્તાવના (પૃ. ૧૭–૨૨)માં દર્શાવાઈ છે. સાથે સાથે અમિતગતિની સામે સંસ્કૃતમાં રચાયેલ કઈ કર્મગ્રન્થ હોવાનું કહ્યું છે.
હિન્દી અનુવાદ – આ વંશીધરશાસ્ત્રીએ કર્યો છે અને એ છપાવાય છે. એ પૃ. ૧૬૨.
(૫) ડહૃકૃત પંચસંગ્રહ વિભાગે–આ સંસ્કૃત કૃતિ નિમ્નલિખિત પાંચ સંગ્રહના સમુદાયરૂ૫ છે :
૧. જુએ છઠ્ઠા હિન્દી કર્મગ્રંથની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૨૨-૨૩). તેમ જ અજ્ઞાતકર્તાક પંચસંગહની પ્રરતાવના (પૃ. ૧૪).
૨. જુઓ પૃ. ૧૬૧. ૩. જુઓ છઠ્ઠા હિન્દી કમગ્રથની પ્રસ્તાવના (પૃ. ર૩). ૪. આ પ્રકાશિત છે, જુઓ ૫ ૧૫૩.