Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૨ ] છખંડાગમ (ખડાગમ) ' ૧૩૯ અપાયેલી છે. એનો ઉપયોગ હવે પછી જે સર્વાર્થસિદ્ધિની આવૃત્તિ છપાવાય તેમાં થવો ઘટે. વિશેષમાં છખંડાગમના અંતમાં આ સંબંધમાં એક પરિશિષ્ટ અપાય તો તે ઉપયોગી થઈ પડશે.
વિવરણાત્મક સાહિત્ય છખંડાગમના ઉપર નીચે મુજબ સાત વિવરણો રચાયાનું મનાય છે –
(1) પરિકમ્મ, (૨) શામકુંડીય, (૩) ચૂડામણિ, (૪) પંચિક, (૫) સામતભદ્રીય, (૬) વિયાહપત્તિ અને (૭) ધવલા.
આને આપણે ક્રમશઃ વિચાર કરીશું.
(૧) પરિકમ્મ–છખંડાગમ અને કસાયપાહુડ એ બંને ગ્રંથન બોધ કુન્દકુન્દપુરના નદિ મુનિને ગુરુપરંપરાથી થયો હતો એમણે છખંડાગમના પહેલા ત્રણ ખંડ ઉપર “પરિકમ્મ' નામની ટીકા બાર હજાર લોક જેવડી રચી છે. આ ટીકા આજે મળતી નથી. ધવલામાં પરિકમ્મમાંથી જે અવતરણો અપાયાં છે એ તમામ પાઈયમાં હોવાથી અને એ ત્રણ જ ખંડ સાથે સંબદ્ધ હોવાથી આ પરિકમ્મ નામનું વિવરણ પાઈયમાં જ હોવાનું અને તે પણ ત્રણ જ ખંડ પૂરતું હશે એમ ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૪૭)માં સુચવાયું છે. વિશેષમાં પ્રસ્તાવનાકારના મતે પઘનન્દિ તે જ સુપ્રસિદ્ધ કુન્દ દાચાર્ય છે અને એમનો સમય વિક્રમની બીજી સદી છે. - ધવલામાં પરિકમેને પરિકમ્મસુત્ત’ કહેલું છે પરંતુ વૃત્તિને પણ કેટલીક વાર “સુત્ર” તરીકે ઉલ્લેખ જોવાય છે એમ કહી એના સમર્થનાથે પ્રસ્તાવનાકારે યતિવૃષભને જયઘવલા (મંગલાચરણ, ગા. ૮)માં “વિત્તિ-સુત્તકા એ ઉલેખ નોંધ્યો છે.
૧ આ નામ મેં યેર્યું છે.