Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૪
કમસિદ્ધાન્ત બધી સાહિત્ય [ ખંડ ૨ : (૨) શામકંડીય ટીકા – આ શામકુંડે ૬૦૦૦ શ્લોક જેવડી પહેલા પાંચ ખંડે ઉપર એલી ટીકા છે.
(૩) ચૂડામણિ – આ સ્તંબુલૂર નામના આચાર્યો પહેલા પાંચ ખંડ ઉપર પ્રાચીન કન્નડમાં રચેલી ટીકા છે. એનું પરિમાણુ ૫૪૦૦૦ શ્લોક જેવડું છે.
(૪) પંચિકા–તું બુલૂર નામના આચાર્યો છખંડાગમના છઠ્ઠા ખંડ ઉપર એક વૃત્તિ પાઈયમાં રચી છે. આને પંચિકા કહે છે આનું પરિમાણ સાત હજાર લોકનું છે. આ પંચિકાને ઉલેખ ધવલા તેમ જ જયધવલામાં હેય એમ લાગતું નથી. મહાધવલના પરિચયમાં જે પંચિકાને ઉલેખ છે તે જ આ હશે એમ ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૪૯)માં કહ્યું છે. મહાબલ્થ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૩૨)માં તે એવો ઉલ્લેખ છે કે પંજિકાને મહાબન્ધ સાથે કશે સંબંધ નથી. એ કોઈ અન્ય ટીકા હશે.
(૫) સામતભકિય ટીકા – તંબુલૂર આચાર્ય પછી સમન્તભદ્ર થયા. એ દિ. તાર્કિકકે છખંડાગમના પહેલા પાંચ ખંડ ઉપર ઉડતાલીસ હજાર લોક જેવડી સુંદર અને મૃદુલ સંસ્કૃતમાં ટીકા રચી છે. આ ટીકા વિષે પણ ધવલા કે જયધવલામાં કશે ઉલ્લેખ જણાતું નથી. સમતભદ્રને સમય વિક્રમની પાંચમી સદી છે એમ ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (૫ ૫૩)માં કહ્યું છે.
(૬) રવિયાહપણુત્તિકસાયપાહુડ ઉપર ટીકા રચનારા બખ્ખદેવગુરુએ છખંડાગમના પહેલા પાંચ ખંડે ઉપર “વિવાહપણુત્તિ’ નામની ટીકા રચી એમણે છઠ્ઠા ખંડ ઉપર ૮૦૦૫
લોક જેવડી પાઈયમાં ટીકા રચી હતી એમ ઈન્દ્રનન્દિએ મુતાવતાર (લે. ૧૭૬)માં કહ્યું છે. .
૧ જુએ પૃ. ૧૨૬. ૨ જુએ ૫. ૧૨૭.