Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૨]
ખંડાગમ (Nઅણડામ)
૧૭
ગાઢ-ઉત્તર-પ્રકૃતિબધ' એવા બે પટાભેદ પડે છે. તેમાં પ્રથમ પટાભેદના સમુત્કીર્તન વગેરે જે ૨૪ અનુયોગદ્વાર છે તેમાંનો બારમો અનુયાગદ્વાર તે “બંધ-સ્વામિત્વ-વિચય” છે. આ ત્રીજા ખંડની ઉત્પતિનું મૂળ છે. ધવલામાં આ ખંડનાં સૂત્રોને દેશામક માની એના કર્તાએ બંધનો વ્યુચ્છેદ ઈત્યાદિ ગ્રેવીસ પ્રશ્ન ઉઠાવી એનું સમાધાન કર્યું છે. આનો ખ્યાલ “વિષય-પરિ. ચયમાં અપાયો છે. વિશેષમાં બદય-તાલિકા” નામથી એક મોટું કેષ્ઠક રજૂ કરાયું છે.
નવમા ભાગમાં “યણ” નામના ચોથા ખંડનો પ્રારંભ કરાયે છે. આ ભાગમાં ૭૬ સૂરો છે. કમ્મપડિ' પાહુડનાં ૨૪ અણઓગદારમાંથી પહેલાં બે નામે કદિ (કુતિ) અને વેયણા (વેદના) એ બે જ દ્વારની પ્રરૂપણ ચોથા ખંડમાં છે. અહીં તો ફક્ત પહેલું જ અનુરાધાર ધવલા સહિત છપાવાયું છે. પ્રારંભમાં ૪૪ સૂત્રો મંગળરૂપે અપાયાં છે. ધવલાકારના મતે એના પ્રણેતા ગૌતમસ્વામી છે. આ જ સૂત્રો ધરસેનકૃત જેણિપાહુડમાં પણ નજરે પડે છે.
૪૬મા સૂત્રમાં કૃતિના નામ ઈત્યાદિ સાત ભેદેનું વર્ણન છે. આ ભાગમાંની ધવલામાં મહાવીરસ્વામીને અંગે કેટલીક હકીકત છે. જેમકે એમને ગર્ભવતરણ-કાળ ઈત્યાદિ. મહાવીરસ્વામીને કેવલજ્ઞાત થયું ત્યાર પછી સેઠ દિવસ સુધી તીર્થ ન સ્થપાયું અને દિવ્ય વનિની પ્રવૃત્તિ ન થઈ કેમકે એટલા દિવસ સુધી ગણધરનો અભાવ હતો એ વાત અહીં કરાઈ છે.
૧ અહીં ૩૪ સાન્તર-બન્ધી, ૫૪ નિરંતર–અધી, ૩૨ સાન્ત-નિરંત-બન્ધી તેમ જ ૪૭ ધ્રુવબન્ધી પ્રકૃતિઓ ગણાવાઈ છે. વિશેષમાં ગતિસંયુક્ત, ગતિવામિત્વ, અશ્વાન, સાદિ બન્ધ, અનાદિ બધ. ધ્રુવ બંધ, અધવ બળ ઈત્યાદિ બાબતે વિચારાઈ છે.
૨. આ હકીક્ત આ ખંડની ધવલા (ભા. ૮, પૃ ૨)માં પણ દર્શાવાઈ છે.