Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૨ ] છખડાગમ (અડ્ડાગામ)
૧૪૯ આ પૈકી કમ–વેદનાના જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર અને નોકમ–વેદનાના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે પડાયા છે. સિદ્ધ છવદ્રવ્યને સચિત્ત દ્રવ્ય–વેદના, પુણલાદિ પાચ અચિત્ત દ્રવ્યોને અચિત્ત દ્રવ્ય-વેદના અને સંસારી જીવને મિશ્ર દ્રવ્યવેદના હોય છે એમ અહીં કહ્યું છે. જીવ-ભાવ –વેદનાના ઔદયિકાદિ પાંચ પ્રકારોને અને અછવ-ભાવ-વેદનાના ઔદયિક અને પરિણામિક એમ બે પ્રકારોનો ઉલ્લેખ કરાયો છે. નૈગમાદિ સાત નમાંથી કો નય કયા પ્રકારને માન્ય રાખે છે એ બીજા અનુગારમાં દર્શાવાયું છે. વેદના-નિક્ષેપના વિવિધ પ્રકારોમાંથી કો નય કેને વેદના કહે છે એ બાબત ત્રીજા અનુગદ્વારમાં વિચારાઈ છે.
વેદના-દ્રવ્ય-વિધાન એટલે વેદનારૂપ દ્રવ્યને ઉદ્દેશીને ઉત્કૃષ્ટ અનુષ્ટ, જઘન્ય ઈત્યાદિ પદેની પ્રરૂપણ. આમાં પદમીમાંસા, સ્વામિત્વ અને અ૫હત્વનું નિરૂપણ છે. પદમીમાંસામાં જ્ઞાનાવરણાદિ કર્મો પૈકી દરેકને અંગે ૧૩+૧૩૪૧૨=૧૬૮ પ્રશ્નનો વિચારાયા છે. આગળ જતાં આ ભાગના અંતમાં દ્રવ્ય-વિધાનની ચૂલિકા રજૂ કરાઈ છે. એમાં સ્થાનેની દસ અનુગદ્વાર દ્વારા પ્રરૂપણ કરાઈ છે,
અગિયારમા ભાગમાં વેદના–ક્ષેત્ર-વિધાન અને વેદના-કૃતિવિધાન એ બે અનુયોગદ્વારોનું નિર૫ણ છે. એમાં અનુક્રમે અને ૨૭૯ સૂત્ર છે. આ બંને અનુગારોને અંગે પણ વેદનાદ્રવ્ય-વિધાનની જેમ પદમીમાંસા, સ્વામિત્વા અને અ૫બહુત્વ એમ ત્રણ ત્રણ રીતે વિચાર કરાય છે ? ત્યાર બાદ બે ચૂલિકા છે. પ્રથમ ચૂલિકામાં સ્થિતિબન્ધસ્થાન, નિષેક, આબાધાકાલ અને
૧ આમાં વર્ગણ-પ્રરૂપણ અને સ્પર્ધક-પ્રરૂપણ નેધપાત્ર છે.
ર વેદના-કાલ– વિધાનમાં કાળને અંગે નામ, સ્થાપના. દ્રવ્ય, સમાચાર, અદ્ધા, પ્રમાણ અને ભાવ એમ સાત રીતે એટલે કે નામ-કાલ ઇત્યાદિ રૂપે વિચાર કરાય છે.