Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૪૪
કર્મસિદ્ધાન્ત સબંધી સાહિત્ય [ખંડ ૨: વગેરે ટીકાનું પઠન-પાઠન ગમે તે મનુષ્યને પણ કરવાનો અધિકાર છે એમ સુચવાયું છે. શ્રાવકોથી આ ન જણાય કે ભણાવાય એ વાત ગલત છે એમ કહેવા માટે બે વાત દર્શાવાઈ છે -
(૧) અધિકાર નથી” એમ કહેનાર સંથકાર ઈસ ની બારમી સદીની પછીના છે.'
(ર) એમનું કથન સુત્ર શેને કહેવાય એ બાબત નિર્ણયાત્મક નથી.
અપભ્રંશ કવિ પુષ્પદને ધવલ અને જયધવલાને સિદ્ધાંત કહેલ છે પણ તે એક સામાન્ય કથન છે, નહિ કે સિદ્ધાંતિક.'
પાંચમ ભાગમાં અંતરાણુગમ, ભાવાનુગમ અને અપ્પાબહગાણુગમ એમ બાકીની ત્રણ પ્રરૂપણુંને સ્થાન અપાયું છે. એમાં અનુક્રમે ૩૮૭, ૯૩ અને ૩૮૨ સુત્રો છે. ઉપર્યુક્ત ત્રણે પ્રરૂપણામાં ઓઘ અને આદેશની અપેક્ષાએ વિચાર કરાય છે. “ભાવથી આદયિક આદિ પાંચ ભાવ લેવાયા છે. પ્રસ્તાવનામાં “ધવલાનું ગણિત” નામના અંગ્રેજી લેખને હિદી અનુવાદ અપાયો છે. વિશેષમાં ચૌદ ગુણસ્થાનને લક્ષીને જીવોના અંતર, ભાવ અને અલ્પબહુવને લગતું કેઠક અપાયું છે. માર્ગણ-સ્થાનોને અંગે પણ આ ત્રણ બાબતે કોલ્ડકપૂર્વક રજૂ કરાઈ છે. ' - છઠ્ઠા ભાગનું “ચૂલિયા (ચૂલિકા) એવું નામ ધમકારે સૂચવ્યું છે. આ જવટ્રાણુને અંતિમ ભાગ છે. આની પૂર્વેના ભાગમાં અનુગાનું જે કથન છે તેમાંના વિષમ સ્થળનું સ્પષ્ટીકરણ આ ભાગમાં છે. આ રીતે આ “ચૂલિયા છે. આના નવ અવાંતર વિભાગે અને એ પ્રત્યેકની સંખ્યા હું નીચે મુજબ દર્શાવું છું -
૧. જુઓ ધવલા (ભા. )ની પ્રસ્તાવના (પૃ. ૧૪).