Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૨) છખેડાગમ (વખણાગમ) વેદના ઈત્યાદિ ચોવીસ અણુઓગદાર (અનુયોગદ્વાર) છે. એ ચોવીસ વડે છખંડાગમના યણું, વગણું, ખુદ્દાબન્ધ અને મહાબબ્ધ છે ચાર ખંડે નિપન્ન થયા છે જ્યારે આ ૨૪ અણુઓગદારમાંના બન્યણુ” (બન્ધન) અણુઓગદારના ચાર પ્રકારો પૈકી “બલ્વવિહાણું (બશ્વવિધાન) નામના પ્રકારથી છવદ્રાણના મોટા ભાગની તેમ જ બશ્વસામિત્તવિચયની એમ બીજા બે ખંડની રચના થઈ છે. આને
ખ્યાલ કેઠક દ્વારા છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ કર૭૪)માં અપાયો છે. દિગંબરોની માન્યતા મુજબ છખંડાગમ અને કસાયપાહુડ એ બંનનો દિપ્રિવાય સાથે સીધો સંબંધ છે એટલે કે દિવિાયના આધારે આની રચના થયેલી છે;
સમય–વરસેનની ગુરુપરંપરા સુનિશ્ચિત સ્વરૂપે જાણવામાં નથી. કેટલાક એમને માઘનન્દિ પછી થયા એમ કહે છે. આ ધરસેન વીરસવત ૬૧૪, ૬૮૩ કે ૭૨૩ પછી થયા એમ ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળે છે. “વરવાઃ વર્મઘજા ના છઠ્ઠા પરિશિષ્ટ (પૃ. ૨૦)માં પુપદન્ત અને ભૂતબલને સમય “અનુમાને વિક્રમની ૪-૫મી સદી” દર્શાવાયેલ છે. "
સંજદ પદ–જવરૂાણુ નામના પ્રથમ ખંડના હ૩મા સૂત્રમાં ‘સંજદ પદ હેવું જોઈએ એમ એના સંપાદકે સૂચવ્યું હતું. ધવલા તેમ જ બીજા કેટલાક પ્રસંગે વિચારતાં એ વાત વાસ્તવિક જણાય છે. વિશેષમાં મૂડબિદ્રીની ત્રણ તાડપત્રીય પ્રતોમાંથી બેમાં તે આ પદ છે જ (ત્રીજી પ્રતમાં આને લગતું તાડપત્ર નથી). આથી પણ આ “સંજદ પદ જોઈએ એમ સિદ્ધ થાય છે. રૂઢિચુસ્ત દિગંબર સ્ત્રીની એ જ દેહે મુકિત માનતા નથી એટલે એમને આ પદ હોય તે ઈષ્ટ ન હોવાથી આ સંબંધમાં એમના તરફથી હાહિ શરૂ થયો હતો અને ઉત્તર છખંડાગમ (ભા. ૭)ની પ્રસ્તાવના (પૃ.૩-૪)માં અપાયો છે. જૈ. સ. પ્ર” (વ ૧૫, ૭-૮)માં એક લેખ “દિગંબર સમાજની “સંજદ' પદની ચર્ચા” નામનો છપાયો છે.