Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૨૮
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨ : હિન્દી અનુવાદ – કસાયપાહુડ, ચૂર્ણિસૂત્ર તેમ જ જયધવલા એ ત્રણેના હિન્દીમાં અનુવાદ થયેલા છે. જુઓ પૃ ૧૨૦.
(૧) સાકમપાહુડ (સકર્મપ્રાકૃત) વિષય-સંતકમ નામ વિચારતાં એમ ભાસે છે કે એમાં કર્મની સત્તા (સવ) વિષે વિરતૃત નિરૂપણ હશે.
ઉલેખ–ધવલા (ભા. ૧, પૃ. ૨૧૭)માં સકમં પ્રાભૂતને ઉલેખ છે એટલું જ નહિ પરંતુ એમાંથી નિમ્નલિખિત મંતવ્ય રજૂ કરાયું છેઃ
નવમાં ગુણસ્થાનવત જીવ ત્યાગૃદ્ધિ ઈત્યાદિ ૧૬ પ્રકૃનિઓને ક્ષય કર્યા બાદ ચાર પ્રત્યાખ્યાન કષાયોને અને ચાર અપ્રત્યાખ્યાન કષાયોનો ક્ષય કરે છે. આ મંતવ્ય ગુણધરકૃત કસાયપાહુડથી વિપરીત છે.
પ્રણેતા-ધવલા (ભા. ૧, પૃ. ૨૨૧)માં કહ્યું છે કે સકમપ્રાભૃત તેમ જ કષાય પ્રાભૃત આચાર્યોનાં કરેલાં છે, નહિ કે જિનેશ્વરનાં. એથી એમાં કોઈ કોઈ બાબત પર ૫ર વિરોધી છે. આ ઉપરથી સત્કર્મપ્રાભૃત ધવલાકારની પહેલાં થયેલા કોઈ આચાર્યો રચ્યાનું ફલિત થાય છે. મહાકાયડિ પાહુડમાં જે અરાઢ અનુગારોનું વર્ણન છે તે સંતક—પાહુડમાં છે પરંતુ છખંડાગમમાં નથી, ધવલામાં “વર્ગણા” ખંડમાં ૫ થી ૧૮ અનુયોગદ્વારનું વર્ણન છે અને એના ઉપર કેઈકે પંજિકા રચી છે.
પ્રશ્ન-ધવલા (ભા. ૯, પૃ. ૩૧૮)માં સાકમપડિપાહુડને અને એના પંદરમા ભાગ (પૃ. ૪૩)માં જે સતકર્મપ્રકૃતિપ્રાભૂતને ઉલ્લેખ છે તેનો સન્તકમેપાહુડ સાથે શો સંબંધ છે તે જાણવું બાકી રહે છે.