Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
ક્રમ સિદ્ધાન્ત સંબંધી સાર્મહત્ય
[ ખંડ ૧:
(૮) ટિપ્પણક- આ ઉદયપ્રભસૂરિએ રચ્યું છે. એનું પરિમાણુ ૪૨૦ ક્ષેાક જેવડું છે. એની એક હાથપેાથી અહીંના-સુરતમાંના “જૈનાનંદ પુસ્તકાલય”માં છે. આ ઉદયપ્રભસૂરિને સમય વિક્રમની તેરમી સદી હાવાનું મનાય છે.
७०
એનાં વિયરણા
(૨) કમ્ભત્થય અને ગાથાની સખ્યા—આ
અજ્ઞાતકતું ક કમ્મર્ત્યયમાં ૫૭ ગાથા છે. ચૌદ ગુણુસ્થાનનાં નામ દર્શાવનારી જે એ ગાથા સ્વતંત્ર રૂપે અંતમાં છપાયેલી મૂળ કૃતિમાં જોવાય છે તેના ઉપર દેવનાગના શિષ્ય ગાવિંદગણુિએ ટીકા રચી નથી પરંતુ એ વિનાની કૃતિમાંની ખીજી ગાથામાં ૧૪ ગુણુસ્થાનાનાં નામ દર્શાવ્યાં છે એટલે આ ટીકાની અપેક્ષાએ ૫૫ ગાથા છે.
વિષય-પહેલી ગાથામાં અન્ય, ઉદય અને સત(સત્તા)થી યુક્ત સ્તવ કહેવાની પ્રતિજ્ઞા કરાઇ છે. ત્યાર બાદ મિથ્યાદષ્ટિ વગેરે ચૌદ ગુણસ્થાનામાં શેમાં શેમાં કેટલી પ્રકૃતિના બંધ ન હાય, કેટલીનેા ઉદ્દય ન હેાય કેટલીની ઉદીરણા ન હેાય અને કેટલીની સત્તા ન ડૅાય એમ બધાદિને અંગે સ ંખ્યા દર્શાવી તે સંખ્યા પ્રમાણેની પ્રકૃતિનાં નામ અપાયાં છે. આઠમી ગાથામાં સત્તાને યોગ્ય પ્રકૃતિમા ક્ષય કરનાર તીથ કરને નમન કરાયું છે. સત્તાના ક્ષય થતાં અંધ, ઉદય અને ઉદીરણાના ક્ષય થઇ જ જાય છે. અંતિમ ગાથામાં તીર્થંકર પાસે કેવલજ્ઞાન, દર્શીનની શુદ્ધિ અને સમાધિની પ્રાપ્તિ માટે ગ્રંથકારે પ્રાથના કરી છે.
૧ શું આના આધારે હરિભદ્રે વૃત્તિકા મંચી છે?
૨. જિ. ર. કે, (વિ. ૧, પૃ. ૭૩)માં પ્રસ્તુત કૃતિ જિનવલ્લભે રચ્યાને ઉલ્લેખ છે તે વિચારણીય છે.