Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
Gર
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ખંડ ૧: પાંચ નવ્ય કર્મ ગ્રંથનો વિષય ગમ્મસારના છવકંડ અને કમ્મકંડ સાથે મળી આવે છે. પ્રથમ કર્મગ્રંથની ૧૦મી ગાથા દવસંગહની ગા. ૪ સાથે સરખાવી શકાય. ચતુર્થ કર્મગ્રંથની ગા. ૭૧-૮૬ગત સંખ્યાને લગતું નિરૂપણ તિલોયસાર (ગા. ૧૩– ૫૧)માં કંઈક પ્રકારાન્તરથી જોવાય છે
વિવરણાત્મક સાહિત્ય પણ ટીકા-પાંચે નવ્ય કર્મગ્રન્થ ઉપર દેવેન્દ્રસૂરિએ જાતે સંસ્કૃતમાં ટીકા રચી છે પરંતુ બન્ધસામિતની ટકા ઘણું સમયથી મળતી નથી. એ રચાઈ હતી એ વાત નવ્ય સયગ (ગા. ૨૫)ની પજ્ઞ ટીકા (પૃ. ૨૬)માંના ઉલ્લેખ ઉપરથી તેમ જ આ બન્ધસામિત્તની અવસૂરિના અંતિમ ભાગ (પૃ. ૧૧૧) ઉપરથી જાણી શકાય છે. ઉપલબ્ધ ટીકાઓનું પરિમાણ ૧૦૧૩૧ શ્લોક જેવડું છે.
આ ઉપરાંતનું સાહિત્ય નીચે મુજબ છે –
અવસૂરિઓ–કમ્મવિવાગ ઉપર બે અવસૂરિ છે. એ પૈકી મુનિશેખરસુરિકૃતિ અવચૂરિ ૨૫૮ લોક જેવડી છે જ્યારે વિક્રમની ૧૫મી સદીમાં ગુણરત્નસૂરિએ રચેલી ૫૪૦૭ બ્રોક જેવડી છે.
કમ્મસ્થય ઉપર કમલસંયમ ઉપાધ્યાયે ૧૫૦ શ્લોકનું વિવરણ રચ્યું છે. જિ, ૨. કે. (વિ. ૧. પૃ. ૭૩)માં આ વિવરણ
૧ જુઓ “જે. આ. સ” તરફથી ૧૯૪૦માં પ્રકાશિત પંચમ અને ષષ્ઠ કમરથ (સટીક)નાં પૃ. ૧-૩૨. અહીં દિગંબરીય ગાથાઓ અપાઈ છે.
૨ એજન, પૃ. ૨. ૩ એજન, ૫ ૧૫.