Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
ખંડ ૨ દિગંબરીય કૃતિઓ પ્રકરણ ૧૧ઃ કસાયપાહુડ તથા સતકમેપાહુડ (૧) કસાયપાહુડ ( કષાય પ્રાભૃત) કિવા પેજ
સપાહુડ ( શ્રેષપ્રાકૃત) નામો–આ ગ્રંથનાં બે નામે છે. (૧) પેજસપાહુડ અને (૨) કસાયપાહુડ. આ બંને નામ યતિવૃષભે આ ગ્રંથને અંગેના ચૂર્ણિસત્ર (સ. ૨૧)માં દર્શાવ્યાં છે.
૧ આ મૂળ કૃતિ યતિવૃષભના ચૂર્ણિસૂત્ર તથા એ બંનેના હિન્દી અનુવાદ તેમ જ હિન્દી પ્રસ્તાવના અને સાત પરિશિષ્ટ સહિત “શ્રી વીર શાસન સંધ' તરફથી કસાયપાહુડસુરના નામથી કલકત્તાથી ઇ. સ. ૧૯૫૫માં પ્રકાશિત કરાઈ છે, આના સંપાદક, અનુવાદક અને પ્રરતાવનાકાર પં. હીરાલાલ જૈન ‘સિદ્ધાન્તશાસ્ત્રી ન્યાયતીર્થ છે. આ પૂર્વે આ કસાયપાહુડ ઉપયુકત ચૂર્ણિસૂત્ર તથા જયધવલા તેમ જ એ ત્રણેના હિન્દી અનુવાદ સહિત “ભારતીય દિગબર જૈન સંઘ તરફથી મથુરાથી કટકે કટકે છપાવવું શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં એના નવ ભાગ અનુક્રમે ઈ. સ. ૧૯૪૪, ૧૯૪૯, ૧૯૫૫, ૧૯૫૬, ૧લ્પ૬, ૧૯૫૮, ૧૯૫૮, ૧૯૬૧ અને ૧૯૬૩માં છપાવાયા છે. આ નવ ભાગમાં છ અધિકાર છે. તેમાં પહેલે અધિકાર ભા. ૧માં બીજો ભા. ૨માં, ત્રીજો ભા. ૧-૪માં, ચે ભા. ૫માં, પાંચમો ભા. ૬-૪માં અને છઠ્ઠો ભા. ૮-૯માં છે. આ અધિકારનાં નામ અને એને અંગેના ગાથાંક નીચે મુજબ છે :
પેરજદેસવિહત્તિ (ગા. ૧-૨), પડિવિહત્તિ (ગા. ૨૨), ટિટ્યદિવિહત્તિ (ગા. ૨૨), અણુભાગવિહત્તિ (ગા. રર), એસવિહત્તિ (ગા. ૨૨) અને બન્ધના (ગા. ર૩-૫૮).
નવમા ભાગમાં સંક્રમનું નિરૂપણ છે. ૨ “પેન્જ' એટલે પ્રેયસ યાને રાગ. ૩ દેસ' એટલે દ્વેષ.