Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૦૦ કમસિદ્ધાન્ત સંબધી સાહિત્ય ખડ ૧:
ચારિત્રની શુદ્ધિ-અશુદ્ધિની તરતમતા યાને સંયમસ્થાન વિશે કેટલીક હકીકત શ્રીભગવતી-સાર (પૃ ૭૮-૮૦)માં અપાઈ છે.
(૨૨) 'સંયમશ્રણિપ્રકરણ-આ ગદ્યમાં રચાયેલી કૃતિ તે પૃ. ૯૯ગત ટળે જ છે કે એને અંગેની મૂળ કૃતિ છે કે અન્ય જ કોઈ કૃતિ છે તે જાણવું બાકી રહે છે.
(૨૨) ૨The Karma Philosophy-વીરચંદ રાઘવજી ગાંધીએ કમ–સિદ્ધાંતને અંગે વિદેશમાં જે ભાષણ આપ્યાં હતાં અને કેટલુંક લખાણ કર્યું હતું તે સ્વ ભગુભાઈ એફ. કારભારીએ સંકલિત અને સંપાદિત કર્યા હતાં. એ ગ્રન્થસ્થ સ્વરૂપે પ્રકાશિત કરતી વેળા એનું આ નામ રખાયું છે.
(૨૪) સંમકરણ–આમાં આઠ કરો પૈકી “સંક્રમ” કરણનું વિસ્તૃત નિરૂપણ છે. આ સંસ્કૃત કૃતિના પ્રણેતા શ્રીવિજય
1. આની નેંધ “ન્યાયવિશારદ ન્યાયાચાય મહોપાધ્યાય શ્રીયશવિજયગણિ રસૃતિગ્રંથ” (પૃ. ૧૬૨)માં છે.
૨. આ કૃતિ “. લા. જ. પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૧૩માં છપાવાઈ છે.
5. એમને જન્મ ઈ. સ. ૧૮૬૪માં થયું હતું અને ૩૭ વર્ષની વયે એમનું અવસાન થયું હતું.
૪આ કતિ બે વિભાગમાં પ્રકાશિત કરાઈ છે. પ્રથમ વિભાગ ઈ. સ. ૧૯૩૧માં અને દ્વિતીય વિભાગ ઈ. સ. ૧૯૩૩માં વિવિધ યંત્ર અને ચિત્રે યાને સ્થાપના સહિત છપાવાયા છે. પ્રથમ વિભાગના પ્રકારાક રણછોડદાસ શેષાકરણ છે જ્યારે બીજાના શાન્તિદાસ ખેતસી છે. આ બંને તે તે સમયે “યંગ મેન્સ જૈન સંસાચટી”ના પ્રમુખ હતા. પ્રથમ વિભાગ અને “વાહમુખી અને દ્વિતીયને અંગે “કિંચિદ વક્તવ્ય સંસ્કૃતમાં છે અને એ બંને મુનિશ્રી રક્ષિતવિજયજીની રચના છે, પ્રથમ વિભાગમાં તંત્ર અને ચિત્રની મળીને સંખ્યા ૮૫ છે જ્યારે દ્વિતીય વિભાગમાં યત્ર અને ચિત્રોની ભેગી સંખ્યા ૨૧૦ છે અને એ બધાંનાં નામ સંસ્કૃતમાં અપાયાં છે. પ્રથમ વિભાગમાંનાં કેટલાંક યંત્ર સીરવાળા ચંદુલાલ નાનચંદે તૈયાર કર્યા હતાં. પ્રથમ વિભાગગત બંને વિભાગમાં વિષયની અનુક્રમણિકા તે તે ભાગમાં સંસ્કૃતમાં અપાઈ છે. એ ઉપરથી આઠ કરણે પૈકી “સંક્રમ” કરણ વિષે અપાયેલી વિવિધ માહિતી મળી રહે છે.