Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૦: એકત્રીસ આનુષંગિક રચનાઓ
જેમ ક્રમ સિદ્ધાન્તને અંગે અનાગમિક સાહિત્યના એક અંગરૂપે સ્વતંત્ર કૃતિઓ રચાઇ છે તેમ આ સાહિત્યને લગતી કેટલીક કૃતિમાં ક્રમ સિદ્ધાન્તનું પ્રાસંગિક નિરૂપણુ છે. આવી કેટલીક પ્રાય: મહત્ત્વની કૃતિઓ નીચે મુજબ છેઃ—
(૧) તત્ત્વાર્થાધિગમસૂત્ર –આ વિદ્યાવારિધિ ઉમાસ્વાતિ સંક્ષિપ્ત પરંતુ સંગીન સૂત્રાત્મક કૃતિ છે. એના પ્રત્યે શ્વેતાંબરે તેમ જ દિગંબરે. પણુ વિશેષ આદરભાવ સેવે છે અને એના ઉપર અને ફિરકાના વિદ્વાનોએ મહત્ત્વપૂર્ણ ટીકા રચી છે. આના આદ્ય અધ્યાયમાં સમ્યગ્દર્શનનું લક્ષણુ આપી અને એની ઉત્પત્તિનાં નિમિત્તો દર્શાવી પાંચે જ્ઞાનનું વિસ્તૃત નિરૂપણ કરાયું છે.
અ. ૨માં ઔપમિકાર્ત્તિ ભાવે, ઇન્દ્રિય, પાંચે શરીર અને આયુષ્યના પ્રકાશ એમ વિવિધ બાબતે રજૂ કરાઈ છે.
અ. ૬માં કર્મબંધના હેતુઓનું નિરૂપણ છે.
અ. ૮માં બંધના મિથ્યાદર્શનાદિ પાંચ કારણેા, બંધનું સ્વરૂપ અને એના પ્રકારે, મૂળ અને ઉત્તર પ્રકૃતિનાં નામ, સ્થિતિ—બંધ, અનુભાવ-બંધ અને પ્રદેશ-અધ એમ જાતજાતની માહિતી અપાઇ છે,
અ. ૯માં પરીષહા અને ધ્યાને વિષે નિરૂપણુ છે.
અ. ૧૦માં સર્વજ્ઞતાની પ્રાપ્તિ, મેાક્ષનું લક્ષણુ, કેટલાક ભાવેાના અભાવથી થતી મુક્તિ તેમ જ સિદ્ધ પરમાત્માને લગતી ખાર બાબતા એમ વિવિધ ખીના રજૂ કરાઈ છે.
(૩) પ્રાચીન સંસ્કૃત ક શાસ્ર—વિદ્યાવારિધિ ઉમાસ્વાતિના ત. સ. ઉપર તેમ જ એના સ્વેપન્ન ભાષ્ય ઉપર સિદ્ધસેનણુએ