Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કસિદ્ધાંત સંબંધી સાહિત્ય [ ખંડ ૧ (૬) પવયણસારુદ્વાર અને એની વૃત્તિ-નેમિચન્દ્રસૂરિએ પવયણસારુઠાર રચ્યો છે અને સિદ્ધસેનસૂરિએ એની વિસ્તૃત વૃત્તિ “કરિ-સાગર-રવિ વર્ષમાં અર્થાત વિ. સં. ૧૨૪૮ કે ૧૨૭૮માં રચી છે. મળ કૃતિનાં નિખલિખિત દર (દ્વાર)માં કર્મવિષયક નિરૂપણ છે અને એનું સ્પષ્ટીકરણ એની વૃત્તિમાં છે :
કમાથી ૫૮મા એમ બાર દારમાં સિદ્ધો વિષે વિવિધ માહિતી અપાઈ છે.
૮મા દારમાં “ક્ષપક શ્રેણિ અને ૯૦મામાં ઉપશમશ્રેણિનું નિરૂપણ છે.
૧૪૮મા દરમાં સમ્યફના ૬૭ ભેદને અને ૧૪૯મામાં ૧૦ને નિર્દેશ છે.
૧૫૮, ૧૫૮મા અને ફરમા એ ત્રણ દારમાં અનુક્રમે પ૯પોપમ, સાગરોપમ અને પુદ્ગલપરાવત’ વિષે માહિતી અપાઈ છે.
૧૬૫મામાં આઠ મદનો ઉલ્લેખ છે. ૧૭૦મામાં દસ પ્રાણ ગણાવાયા છે. ૧૭૩માથી ૧૮૪માં દારમાં નારકોને લગતી હકીકત છે.
૧૮પમાં દારમાં એકેન્દ્રિયાદિની કાર્ય સ્થિતિ અને ૧૮૬મામાં ભવસ્થિતિ વર્ણવાઈ છે.
૧૮૮માથી ૧૯૧મા દારમાં અનુક્રમે ઈન્દ્રિયોનું સ્વરૂપ છવાની લેશ્યાઓ તેમ જ એકેન્દ્રિયાદિની ગતિ તથા આગતિની બાબત રજૂ કરાઈ છે.
૧૮૭માં દારમાં ભવનપતિ વગેરેની વેશ્યા તેમ જ ૨૦૨માં અને ૨૦૩માં દારમાં અનુક્રમે એમની ગતિ અને આગતિની વિચારણા છે.
૧. આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર ભીમશી માણેકે છપાવ્યા બાદ દસેક વર્ષે એને તેમ જ
સિનીય વૃત્તિને આધાર લઈ હીરાલાલ હંસરાજે કરેલું ગુજરાતી ભાષાંતર મૂળ સહિત બે ભાગમાં મેહનલાલ ગેવિંદજીએ પત્રાકારે પાલીતાણથી અનુક્રમે ઈ. સ. ૧૯૨૧ અને ઈ. સ. ૧૯રરમાં પ્રસિદ્ધ કર્યું હતું.