Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ] કર્મસિદ્ધાન્તના અંશ અગેની કૃતિઓ ૧૦૧ પ્રેમસૂરિ છે એમ આ કૃતિના અંતમાંની પ્રશસ્તિ (. ૩૪)માં કહ્યું છે. પ્રારંભમાં ૮ પદ્યો છે જ્યારે અંતમાંની પ્રશસ્તિમાં ૪૧ પદ્યો છે. બાકીનું લખાણું ગદ્યમાં છે. આ કૃતિના સંશોધનમાં શ્રી વિજય મેઘસૂરિએ સહાય કરી છે. આ કૃતિ વિ. સ. ૧૮૮૭માં રચાઈ છે
(૨૫) માણાદ્વારવિવરણ-જીવસમાસની છઠ્ઠી ગાથા તરીકે, પવયસારુદ્ધારના દાર ૨૨પની-૧૩૦૩મી ગાથારૂપે અને પ્રાચીન બંધસામિત્તમાં દ્વિતીય ગાથારૂપે એમ વિવિધ કૃતિઓમાં નિમ્નલિખિત પદ્ય જેવાય છે –
"गइ १ इन्दिए २ य काये ३ जोए ४ वेए ५ साय ६ नाणेसु . संजम ८ देसण ९ लेसा १० भव ११ सम्मे १२ सनि १३ आहारे १४॥"
આમાં દર્શાવાયેલાં ચૌદ માર્ગણ-સ્થાનનું એના અવાંતર બાસઠ ભેદપૂર્વક ઉપાધ્યાય (હાલ સૂરિ) શ્રી પ્રેમવિજયજીએ સંસ્કૃતમાં લગભગ સાડા બાર હજાર શ્લોક જેવડું જે વિવરણું વિ સં. ૧૯૯૧માં રચ્યું છે તે આ કૃતિ છે .
(૨૬) ૨શ્રીકમબોધપ્રભાકર–આ પુસ્તક વજિંગ (વિજયચંદ) સદાજી જૈને ગુજરાતીમાં રહ્યું છે અને એનું સંશોધન અભિધાન રાજેન્દ્રના પ્રણેતા શ્રીવિજયરાજેન્દ્રસૂરિજીના શિષ્ય શ્રીયતીન્દ્રવિજયજીએ કર્યું છે. આ પુસ્તકમાં ૬૨ માર્ગણુઓમાં ૧૦૧ દ્વારની વિગતે બાળબેધ લિપિમાં પરંતુ ગુજરાતી ભાષામાં રજૂ કરાઈ છે. આ પુસ્તકનો પ્રારંભ મંગલાચરણરૂપે ૧૧ ગુજરાતી
૧. આ કૃતિ આ નામથી “ધી યંગ મેન્સ જૈન સંસાયટી'' તરફથી ઈ. સ. ૧૯૩૫માં પત્રકારે પ્રસિદ્ધ કરાઈ છે. એના પ્રકાશકીયમાં આ વિવરણના કર્તાને પંચસંગહપગરણની ટીકા રચવાને મને રથ હેવાને ઉલેખ છે એમ કહ્યું છે પણ તે મુજબ અદ્યાપિ કાર્ય થયું નથી.
ર. આ પુસ્તક કિશનલાલ, વિનયચંદ મેઘાછ, વજિંગછ અને પદ્યાએ ઈ સ. ૧૯૨૧માં શ્રી રાજેન્દ્રસૂરિ જૈન ગ્રંથમાલા”ના પુષ્પ ૧ તરીકે છપાવ્યું છે.