Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (ખંડ ૧ : ૧૪મી ગાથામાં સંહનન એટલે શક્તિવિશેષ એમ સૂત્રમાં કહ્યાનો ઉલ્લેખ છે તેને અંગે તેમ જ ૮૬મી ગાથામાં દર્શાવેલા અલ્પબદુત્વ અને ૫મી ગાથામાં આપેલા વગણના સ્વરૂપ પર પ્રસ્તાવનામાં ચર્ચા કરાઈ છે.
- વિવરણાત્મક સાહિત્ય (૧) ભાસ–જે. ગ્રં. (પૃ. ૧૧૮)માં આને ઉલ્લેખ છે. કોઈ કનું ૧૦૮ કે ૧૧૦ ગાથાનું ભાસ છે. તે આ સસયગ ઉપર છે ?
(૨) ચણિ—મુનિચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૭૦માં આ રચી છે.
(૩) વૃત્તિ – ૩૭૦૦ શ્લોક જેવડી વૃત્તિ શીલભદ્રના શિષ્ય ધનેશ્વરસૂરિએ વિ. સં. ૧૧૭૧માં રચી છે. છાસીઈ ઉપરની યશોભદ્રસૂરિન ટીકામાં તેમ જ વિચારરત્નસંગ્રહમાં આ વૃત્તિને ઉલેખ છે.
(૪) ટીકા–જિનવલલાગણિના શિષ્ય રામદેવગણિએ આ રચી છે. ગણહરસઢસયગની સુમતિ વાચકકૃત વૃત્તિમાં આ ઉલ્લેખ છે પરંતુ આની કોઈ હાથપોથી મળે છે ખરી ?
(૫) ટીકા-આ મહેશ્વરસૂરિની રચના છે. (૬) વૃત્તિ–આ ૮૫૦ શ્લોક જેવડી વૃત્તિ વિ. સં. ૧૧૭૨માં
હરિભદ્રસૂરિએ રચી છે. (૦) પાયાવિત્તિ–આના કર્તાનું નામ જાણવામાં નથી. (૮) વૃત્તિ–આ ચક્રેશ્વરસૂરિની રચના છે. એ આ સૂરિ
રચેલા સડઢસયગની તો વૃત્તિ નથી ? (૯) ટીકા–આ અજ્ઞાતકર્તક છે. (૧૦) વૃત્તિટિપ્પણ–આ ૧૪૦૦ શ્લોક જેવડું કેઈએ રચ્યું છે.
(૨-૫) ચાર સંસ્કૃત કર્મગ્રંથો ૧. આ “જૈ. ધ. પ્ર. સ.'' તરફથી છપાયાનું સાંભળ્યું છે.