Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧ઃ ત્રીજી આવૃત્તિ જે એ મં. તરફથી ઈ. સ. ૧૯૪૬માં પ્રકાશિત કરાઈ છે. તૃતીય અને ચતુર્થ એમ બે કર્મગ્રંથની ત્રીજી આવૃત્તિ શબ્દાર્થ અને ગાથાર્થ તેમ જ ઉપર્યુક્ત સ્તબકાઈ તથા બંને કર્મગ્રંથના અંતમાં કુંવરજી મૂળચંદે રચેલાં ટિપ્પણો સહિત “જૈ. છે. મં” તરફથી વિ. સં. ૨૦૧૦માં છપાવાઈ છે.
તૃતીય કર્મગ્રંથનાં ટિપ્પણે પછી બંધસ્વામિત્વ-યંત્ર, ઉદયસ્વામિત્વ ઉદીરણ-સ્વામિત્વ અને સત્તાસ્વામિત્વ છે અને ત્યાર બાદ ચતુર્થ કર્મગ્રંથને અંગેના ટિપ્પણો છે.
પંચમ કર્મગ્રંથને ગુજરાતીમાં અનુવાદ પં. ચંદુલાલ નાનચંદે કર્યો છે.
૧. આ ય, આકૃતિઓ અને વિશિષ્ટ વિવેચન સહિત વિ. સં. ૧૯૯રમાં “મુ. કે. જે. મે. માલા”ના ગ્રંથાંક ૩૭ તરીકે પૂ. ૩૪+૩૪૬માં છપાયે છે. એનું સંપાદન પન્યાસ (હાલ ધર્મવિજયજીએ કર્યું છે. આ સંસ્થા તરફથી એની બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૧૭માં પ્રકાશિત કરાઈ છે. એના મુખપૃષ્ઠ ઉપર વચ્ચે વચ્ચે સિદ્ધ પરમાત્માનું અને એને ફરતાં લગભગ ગોળાકારે જ્ઞાનાવરણાદિ આઠ કર્મોને અગેનાં પાટ વગેરે સુપ્રસિદ્ધ ઉદાહરણને બંધ કરાવનારાં નાનાં નાનાં આઠ ચિ અપાયાં છે. આ આવૃત્તિની આ ઉપરાંતની વિશેષતા એ છે કે મૂળની ગાથાઓ પ્રારંભમાં અપાઈ છે તેમ જ આ સગના વિષયને અંગે કેટલીક વધારાની બાબતે પુ. ૫૦માં અપાઈ છે. પાછળના દૂઠ ઉપર પણ એક ચિત્ર છે. એ દ્વારા કર્મબંધના મિથ્યાત્વાદિ પાંચ મુખ્ય કારણે અને એથી ઉદ્ભવતાં આઠ કર્મોને કાષ્ઠ કલ્પી એને ધર્મધ્યાન અને શુલ ધ્યાનરૂપ ચિનગારી વડે સળગાવી દઈ આઠ અક્ષય ગુણોથી અલંકૃત સિદ્ધ પરમાત્મા બન્યાનું દૃશ્ય રજૂ કરાયું છે. આ દ્વિતીય આવૃત્તિમાં ૨૦૦ ટિપણે છે.