Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખડ૧:
“વિકરાળ વારસદઉં છું” પવયણસારુદ્ધાર (ગા. ૧૩૧૨)ની વૃત્તિમાં આ ૧૩૧૨મી ગાથા પ્રજ્ઞાપના, પંચસંગ્રહ, જીવસમાસ ઈત્યાદિ શાસ્ત્રાંતર સાથે વિસંવાદી છે એમ કહ્યું છે.
૧લીલાંકસૂરિએ આયાર (સુય. ૧, અ. ૨, ૬, ૧; સુર ૬૩)ની ટીકા (પત્ર ૯૩માં) અવતરણરૂપે નીચે મુજબની ગાથા આપી છે–
"अद्धा जोगुकोसे बधित्ता भोगभूमिएसु लहुँ।
सव्वप्पजीविय वज्जइत्तु उवट्टिया दाण्ह ॥" આ ગાથા કાપડિસંગહણમાં ૪૦૨ મી ગાથા તરીકે અને પંચસંગહપગરણમાં ૩૨૩ મી ગાથારૂપે જોવાય છે. આમ બે ગ્રંથ વચ્ચે ગાથાનું સામ્ય છે. આ હકીકત કમ્મપયડિસંગહણને પંચસંગહમાં સમાવેશ થયાની માન્યતાનું સર્મથન કરે છે. જે શીલાંકસૂરિએ પંચસંગહપગરણમાંથી જ અવતરણ આપ્યું હોય તે પંચસંગહપગરણ વિક્રમની સાતમી સદી જેટલી તે પ્રાચીન કૃતિ છે એમ માનવાનું કારણું મળે.
દીપક–ખંભાતના શાંતિનાથના ભંડારમાં વા(? રા)મદેવની ૨૫૦૦ લોકપ્રમાણુક દીપક નામની પંચસંગહ ઉપર વૃતિ હોવાની
૧ જિનદત્તસૂરિએ ગણહરસિદ્ધસયગ (ગા. ૬)માં શીલાંકરિની સ્તુતિ કરી છે. ત્યાર બાદ એમણે દેવસૂરિ, નેમિચન્દ્ર, ઉદ્યોતનસૂરિ, વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, જિનભદ્ર, જિનચંદ્ર અને અભયદેવસૂરિનું ગુણોત્કીર્તન કર્યું છે. આ જે ક્રમસર હેય તે અભયદેવસૂરિ કરતાં દેટેક સૈકા જેટલા તે શીલાંક સૂરિ પ્રાચીન ઠરે. અભયદેવસૂરિએ આયાર અને સૂયગડની ટીકા રચી નથી એ પણ શીલાંક સૂરિ પૂર્વવતી હેવાના અનુમાનને સમર્થિત કરે છે.
૨. આ પત્રાંક સિદ્ધચક સાહિત્ય પ્રકાશન સમિતિની આવૃત્તિ અનુસાર છે.