Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૫] . સવિવરણ પંચસંગહપગરણ
એમની આ દલીલ કેટલી વજુદવાળી છે એ કહેવાની હું જરૂર જોતો નથી. આથી એ વાત બાજુએ રાખી પંચસંગહના સમય વિષે હું અન્ય દૃષ્ટિકોણથી વિચાર કરું છું:
જે કસાયપાહુડનો પંચસંગહમાં ઉપયોગ કરાયો છે તે જે નિર્વિવાદપણે એ જ કૃતિ હોય તો એ કૃતિ ક્યારથી મળતી નથી તેમ જ એમાંથી કઈ અવતરણ અન્યત્ર અપાયું છે કે કેમ એ બાબતને નિર્ણય પંચસંગહના સમય પર પ્રકાશ પાડી શકે. દિગંબરની કેટલીક કૃતિઓનાં નામ લેતાંબરોની કૃતિને મળતાં આવે છે એટલું જ નહિ પણ એને આધારે યોજાયાં હોય એમ લાગે છે ? દિગંબર ગ્રંથકારો પૈકી નેમિચન્દ્રની પાઈય કૃતિ પંચસં. ગહના નામે અને અમિતગતિ, ધડુઢ કે ડડઢ અને એક અજ્ઞાતકર્તાક સંસ્કૃત કૃતિ પંચસ ગ્રહના નામે ઓળખાવાય છે અને શું આ કૃતિઓનાં નામ . પંચાંગહ ઉપર શ્રી યાજાયાં હશે ? પંચસંગહપગરણ (દાર ૨, ગ ૧૬૭)ની પજ્ઞ મનાતી વૃત્તિ (પત્ર ૩૨-૩૩૮)માં જે પાઈયમાં દસ પદ્ય અવતરણરૂપે અપાયાં છે તે કયા ગ્રંથના છે તે જણાય તો ચન્દ્રર્ષિને સમય નક્કી કરવામાં એ સહાયક બને.
પંચસંગહપગરણ ઉપર મલયગિરિસૂરિની ટીકા છે એટલે આ ટીકાકારના સમય કરતાં એક સદી જેટલી તે આ કૃતિ પ્રાચીન સહજ હોવી જોઈએ.
પવયણસારુદ્ધાર ઉપર સિદ્ધસેનસૂરિએ વિ. સં. ૧૨૪૮ કે ૧૨૭૮માં સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એના ૩૨૪આ પત્રમાં આ સૂરિએ વિકસેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાત વર્ષ સહસ્ત્ર છે એ દર્શાવતી વેળા પંચસંગ્રહના ઉલ્લેખ પૂર્વક નિમ્નલિખિત અવતરણ આપ્યું છે –
૧ વિશેષ માટે જુઓ મારે લેખ “કર્મવિષયક ગ્રંથનું નામ સામ્ય”. આ લેખ જે. ધ. પ્ર” (પુ. ૬૬, અં. ૯)માં છપાયે છે.
૨ આ લેખક ધવલાના કર્યા પછી થયા હોય એમ લાગે છે,