Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૪૦
કર્મસિદ્ધાત સંબંધી સાહિત્ય (ખંડ ૧: દિટ્રિવાયના પરકમ્મ, સત્ત, પઢમાણુઓગ, પુરાય અને ચૂલિયા એમ પાંચ પ્રકારો છે. તેમાં ચૌદ પુત્રમાંનું બીજું પુષ્ય તે “અગેણિય છે. તેના પાંચમાં વિત્યુના વીસ પાહુડ છે. એ પૈકી ચોથા “કમ્મપગડિ' નામના પાહુડમાંથી આ સત્તરિયાનો ઉદ્ધાર કરાવે છે. એમાંથી અહીં ત્રણ અધિકાર લેવાયા છે. એથી આ સરિયાને દિપ્ટિવાયને નિઃસ્પંદ કહેલ છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે સત્તરિયા એ કમ્મપગડિ નામના પાહુડને આધારે યોજાયેલી છે. આમ આ સરિયા તેમ જ બંધસયગ, કમ્મપડિ સંગહણી અને છખંડાગમનું એમ ચાર ગ્રથાનું મૂળ એક જ છે-કમેપગડિ' નામનું પાહુડ છે. આ ઉપરથી શું આ ચારેના પ્રણેતાઓ એક જ આચાર્ય પરંપરાના છે એવો પ્રશ્ન પ. હીરાલાલ જેને એમના લેખ નામે “પખંડાગમ, કમ્મપયડી, સતક ઔર સિત્તરી પ્રકરણમાં ઉઠાવ્યા છે. આ લેખ (પૃ. ૪૪૭)માં એમણે સત્તરિયાને રચનાસમય વિક્રમની ચોથીથી છઠ્ઠીને ગાળો હેવાનું જણાય છે એમ કહ્યું છે.
રચના સમય–આ સત્તરિયાને રચનાસમય જિનભદ્રાણિક્ષમાશ્રમણના કરતાં પ્રાચીન જણાવાય છે અને એ માટે આ ક્ષમાશમણે પિતાની કૃતિ નામે વિસર્ણવઈ (ગા. ૯૦-૮૧)માં સત્તરિયાના વિષયની ચર્ચા કરી છે એવું કારણ દર્શાવાય છે. પંચસંગહ-પગરણ પ્રાચીન પાંચ ગ્રંથના ઉદ્ધારરૂપ છે. તેમાંના એકનું નામ સપ્તતિકા' (સત્તરિયા) છે. તે આ જ છે એમ વિદ્વાનું માનવું છે. જો આ માન્યતા સાચી જ હોય તો સત્તરિયાની રચના ચન્દ્રષિ મહારની પહેલાંની છે એમ ફલિત થાય છે. આ બધું વિચારતાં ૭૧ ગાથાવાળી સત્તરિયા વિક્રમની પાંચમી સદી જેટલી તો પ્રાચીન
૧ આ લેખ પ્રેમી-અભિનંદન-ગ્રંથ (પૃ. ૪૪૫-૪૪૭)માં છપાયે છે.
૨ આ શીર્ષક વિચિત્ર છે, કેમકે એમાનાં તમામ નામે એક જ ભાષામાં નથી એટલું જ નહીં પણ પાઈય નામે પણ પૂરેપૂરાં શુદ્ધ નથી.