Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: છે કે કમ્મપયડિસંગહણીની, બન્ધસયગની, કસાયપાહુડની તેમ જ સરિયાની ગુણિ અનુક્રમે રચાઈ છે. પં. હીરાલાલ જૈનને મને આ ચારે મુદ્રિત યુણિ યતિવૃષભે રચી છે.
વિવૃતિ–આ ૩૭૮૦ શ્લોક જેવડી સંસ્કૃત વિવૃતિ ચુણને પુષ્કળ ઉપયોગ કરી મલયગિરિસૂરિએ રચી છે.
ટિપ્પણ-જિનવલભગણિના શિષ્ય રામદેવે યુણિણના આધારે ૫૪૦ કે ૪૪૮ ગાથામાં આ પાઈયમાં રચ્યું છે. આને એક હાથપોથી વિ. સં. ૧૨૧૧માં લખાયેલી જેસલમેરમાં છે.
ટકા અને અવચૂર્ણિદેવેન્દ્રસૂરિએ સતરિયા ઉપર ટીકા રચી છે અને મૂળ કૃતિમાં ૨૦ ગાથા ઉમેરી છે એમ ગુણરત્નસૂરિ આને લગતી અવચૂર્ણિમાં કહે છે એવું વિધાન જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪૧૪)માં કરાયું છે. ૨
ભાષ્યટીકા-મહેન્દ્રપ્રલના શિષ્ય મેરૂતુંગે આ ટીકા વિ. સં. ૧૪૪૯માં રચી છે. આ ૪૧૫૦ શ્લોક જેવડી છે.
વિશેષમાં જિ, ર. . (વિ. ૧, પૃ. ૪૧૫) પ્રમાણે દેવસુંદરસૂરિના શિષ્ય સોમસુંદરસૂરિએ ચૂર્ણિ, મુનિશેખરે (મતિશેખરે ૨) ૪૧૫૦ લોક જેવડી વૃત્તિ, કુશલભુવનગણિએ વિ. સં. ૧૬૦૧માં બાલાવબોધ, કલ્યાણવિજયના શિષ્ય ધનવિજયગણિએ વિ. સં. ૧૭૦૦માં ટઓ (સ્તબક), રાજહંસે બાલાવબોધ અને કોઈકે ટીકા રચેલ છે.
શબ્દાર્થ અને ગાથાર્થ–આ બંને ગુજરાતીમાં છપાવાઈ છે
૧. સયગ (ગા. ૨૫)ની પજ્ઞ ટીકા (પૃ. ર૩)માં સપ્તતિકા-ટીકા જેવાની ભલામણ કરાઈ છે.
૨. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૪૬૨-૪૬૩)માં કહ્યું છે કે ગુગરસૂરિએ સપ્તતિક ઉપરની દેવેન્દગણિત ટીકા ઉપર આધાર રાખી વિ. સં. ૧૪૫૯માં અવસૂરિ રચી છે.
૩. જુઓ કમગ્રંથ સાથે (દ્વિતીય ભાગ)નાં પૃ. ૧૭૯–૪૩૩આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ જૈ છે. મં” તરફથી ઈ. સ. ૧૯૧૯માં પ્રકાશિત કરાઈ છે.