Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૨]
આગમનાં વિવરણ વાદમાં કર્મની સિદ્ધિ (ગા. ૧૬૧૫-૧૬ ૪૪). પાંચમા ગણધર સુધર્માસ્વામીને ઉદ્દેશીને કમનું પરલોકનું ફળ અને એનું અસ્તિત્વ (ગા. ૧૭૭૦-૧૮૦૧), છઠ્ઠા મંડિતને લક્ષીને બંધ અને મોક્ષ (ગા. ૧૮૦૩-૧૮૬૩), નવમા અલભ્રાતાને ઉદ્દેશીને પુણ્ય અને પાપ (ગા. ૧૯૦૭–૧૯૪૮) અને અગિયારમાં પ્રભાસને અંગે મોક્ષની સિદ્ધિ (ગા. ૧૯૭૩-૨૦૨૪) વિચારાયાં છે.
વિસ્તારથી કહું તો અગ્નિભૂતિને કર્મ છે કે નહિ એ શકા હતી એ શંકા તેમ જ તેનું વિસ્તૃત સમાધાન વિસા (ગા. ૧૬૧૧-૧૬૪૪)માં અપાયાં છે. કર્મની સિદ્ધિ વિવિધ અનુમાન દ્વારા કરાઈ છે. વિશેષમાં કમની પરિણમિતા અને વિચિત્રતા,
સ્થૂળ શરીરથી કામણ શરીરની ભિન્નતા, ધર્મ અને અધર્મનો કમથી અભેદ, મૂર્ત કર્મનો મૂળે અમૂર્ત આત્મા સાથેનો સંબંધ, આત્માની અમૂર્ત તા-મૂર્તતા તેમ જ સંસારી જીવને કર્મ સાથે અનાદિ કાળને સંબંધ એ બાબતે પણ સ્પષ્ટ રજૂ કરાઈ છે. અંતમાં વેદનાં કર્મોની સંગતિ દર્શાવાઈ છે.
સુધર્મ સ્વામીને લગતા નિરૂપણમાં કર્મનું ફળ પર ભવમાં પણ છે અને કર્મ ન હોય તે સંસાર પણ નથી એ બે બીના અત્રે નોંધપાત્ર છે.
મંડિતને અંગેના નિરૂપણમાં જીવ પહેલાં અને કામ પછી એ બાબતની તેમ જ એ બંનેની સમકાળે ઉત્પત્તિની પણ ના પડાઈ છે આ ઉપરાંત કમ- સંતાનની અનાદિતા, જવને બંધ કર્મની સિદ્ધિ, કમને બંધ અનાદિ હોવા છતાં એની સાંતતા, ભવ્ય જીવ અને કર્મને અનાદિ સાંત સંબંધ અને અભવ્ય જીવ અને કર્મને અનાદિ અનંત સંબંધ તેમ જ મેક્ષમાં જીવ અને કાર્મણ