Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૮
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખડ ૧: કર્મ ઈત્યાદિ દસ પ્રકારો અને એની ટીકા (પત્ર ૯ર-૯૮ આ)માં વર્ગણાઓ, ઉત્તર પ્રવૃતિઓનાં નામ અને એનું સર્વઘાતી તથા દેશઘાતીરૂપે વર્ગીકરણ, બંધને પ્રકૃતિ-બ ધ ઈત્યાદિ ચાર પ્રકારનું વિસ્તૃત નિરૂપણ તેમ જ ઈર્યા પથિકી કમ ની સમજણ, અ. ૨, સુ. v૦ ટીકા (પત્ર ૧૦ -૧૧૦આ)માં ક્ષણને ચાર નિક્ષેપ પૈકી ભાવનિક્ષેપરૂપ ભાવક્ષણના સ્પષ્ટીકરણરૂપે કર્મભાવક્ષણ અને નેકમ–ભાવક્ષણ, ૪૭ ધ્રુવ-પ્રકૃતિ અને ૨૧ પરાવર્તમાન પ્રકૃતિ, શુભ પ્રકૃતિઓ તેમ જ સમ્યકત્વની અને દેશવિરતિની પ્રાપ્તિ, અ. ૨, સુ હ૭ની ટીકા (પત્ર ૧૧૬-૧૧૮અ)માં જીવની ઉચ્ચ ગોત્રની પ્રાપ્તિ, બીચ ગોત્રમાં રખડપટ્ટી, અને એને અંગેના ભંગ (ભાંગા) તેમ જ બંને નેત્ર-કર્મનાં કંડક, આ ૩, સુ. ૧૦૮ની ટીકા (પત્ર ૧૫૬આ-૧૫૮)માં ઉત્તર પ્રવૃતિઓની સત્તા, અસત્તા તથા એના વિપાક, અ. ૩, સુ. ૧૧ની ટીકા (પત્ર ૧૬૦ આમાં કયા કર્મના ઉદયથી કયું કર્મ બંધાય તે, અ, ૩, સુ. ૧૧૧ની ટીકા (પત્ર ૧૬૧-૧૬)માં મળ અને ઉત્તર પ્રકૃતિનાં બંધસ્થાને, અ, ૪, સુ. ૧૩૪ની ટીકા (પત્ર ૧૮૯અ-૧૯૦ આ)માં કર્મની મૂળ પ્રકૃતિનાં અને ઉત્તર પ્રવૃતિઓનાં ઉદયસ્થાને, અ. પ, સુ. ૧૪૭ની ટીકા (પત્ર ૨૦૬૪)માં બદ્ધ, નિધત્ત અને નિકાચના અને અ.હની નિજજુત્તિ (ગા. ૨૮૩)ની ટીકા (પત્ર ૨૯૮૩૦૧૮)માં ઉપશમ-શ્રેણિ અને પક-શ્રેણિનું વિસ્તૃત વર્ણન છે.
[૩] કપ (ક૯૫)નું ભાસક–૫ને સામાન્ય રીતે “બૃહક૯૫” કહે છે. આ છે સુત્તના ભાસની કેટલીક ગાથા કમસિદ્ધાન્તને લગતી છે. દા. ત. આ ભાસની ૧૭૭મી ગાથામાં એવું કથન છે કે એક જ ભવમાં બે ઉપશમ–શ્રેણિ અને ક્ષાપક-શ્રેણિ એમ બંને શ્રેણિ ઉપર આરૂઢ થઈ શકાય નહિ. આ સૈદ્ધાતિકને મત છે.