Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૩]
સવિવરણ કમ્મપરિસંગહણી
પ્રસ્તુત કમ્મપયડિસંગહણીને જ ઉલ્લેખ કર્યો હોય તે આ કૃતિ ઈ.સ.ના પાંચમા સૈકા કરતાં વહેલી હોવાની વાતનું સમર્થન થાય છે એટલું જ નહિ પણ એથી એ ઓછામાં ઓછી બે ત્રણ સિકા જેટલી વિશેષ પ્રાચીન સિદ્ધ થાય તે ના નહિ હું તો આ કમ્મપડિસંગહણને ઈ.સ.ની પહેલી સદી જેટલી તો પ્રાચીન માનવા પ્રેરાઉં છું.
સમાન ગાથા-શીલાંકરિએ આયાર (સુય. ૧, અ. ૨, ઉ. ૧)ની ટીકા (પત્ર ૪૩ )માં જે ગાથા અવતરણ તરીકે આપી છે તે કમપ ડિસંગહણમાં ૪૦૨મી ગાથારૂપે અને પંચસંગહમાં ૩૨૩મી ગાથારૂપે જોવાય છે. આ ઉપરથી કમ્મપડિસંગહણની બીજી કઈ કઈ ગાથાઓ પંચસંગહમાં છે એ વિચારવાનું સ્પરે છે. સાથે સાથે પંચસંગહમાં શું આ જ કમ્મપયડિસંગહણની ગાથા ગૂંથી લેવાઈ હશે એ પણ પ્રશ્ન ઉદ્ભવે છે.
વિવરણે-કમ્મપયડિસંગહણી ઉપર એક ચુણિણ છે. એને પ્રારંભ નિમ્નલિખિત પદ્ય દ્વારા કરાયું છે
"जयइ जगहितदमवितहममियगभीरत्थमणुपमं णिउणं । जिणवयणमजियममियं सव्वतणसुहावहं जयइ ॥ १ ॥"
આ ચુણિને ઉપયોગ કરી મલયગિરિસૂરિએ એક વૃત્તિ રચી છે. વળી ન્યાયયાચાર્ય યશવિજયગણિએ આ બંનેને ઉપયોગ કરી એક ટીકા રચી છે. જૈન ગ્રન્થાવલી (પૃ. ૧૧૫)માં ઉપર્યુક્ત ચુણિમાં “વેદના' વગેરે આઠ કરણ છે એમ કહ્યું છે. વિશેષમાં આ પૂ.માં કમ્મપયડિ ઉપર (અને સંભવતઃ એની ચુટણ ઉપર) મુનિચન્દ્ર ૧૯૨૦ શ્લોક જેવડું ટિપ્પણુ રચ્યાને ઉલેખ છે,
૧-૩ આનું પરિમાણ જિ. ૨. કે. (વિ, ૧, પૃ. ૭૧) પ્રમાણે ૭૦૦૦ ક જેવડું, વૃત્તિનું ૮૦૦૦ લેક જેવડું અને ટીકાનું ૩૦૦૦ કલેક જેવડું છે.