Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૩] સવિવરણ કમ્મપયડિસગહણું
સામ્ય–આ કમ્મપયડિસંગહણીના સંક્રમ-કરણની ગા. ૧૦-૨૨ કસાયપાહુડના સંક્રમ” અધિકારની ગા. ૨૭-૩૯ સાથે તેમ જ કાપડિસંગહણીના ઉપશમના–કરણની ગાથા ૨૩-૨૬ કસાયપાહુડના “દર્શનમોહે પશમનાં અધિકારની ગા ૧૦૦ અને ૧૦૩–૧૦પ સાથે મોટે ભાગે સામ્ય ધરાવે છે.
ઉપયોગ–દિગંબર ગણાતા આચાર્ય ગુણધરે જે કસાયપાહુડ રમ્યું છે તેના ઉપર યતિવૃષભે ચૂર્ણિ સૂત્રે રચ્યાં છે. એમાંનાં કેટલાંક સૂત્ર એ શિવશર્મસારિકૃત કમાયડિસંગહણીના આધારે જાયાં હોય એમ લાગે છે સમય-
કપાયડિસંગહણ અગ્રાયણીય નામના બીજા પુષ્યનાં વીસ પાહુડવાળા પાંચમા વન્યુનાં ૨૪ અણુઓગદારવાળા ચોથા કમ્મપયડ' નામના પાહુડના આકર્ષણ–ઉદ્ધારરૂપ છે એમ મલયગિરિસૂરિએ આની વૃત્તિ (પત્ર ૨૧૯૮)માં કહ્યું છે. વિશેષમાં ગ્રંથકારે જાતે કાપડિ (કમ–પ્રકૃતિ)માંથી એ લીધાને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. એ ઉપરાંત એમણે દિવિાયના જાણનારાઓને આ કૃતિ શોધવાનું કહ્યું છે. એ ઉપરથી તે શ્રત કેવલીનાં સમયમાં એઓ થઈ ગયેલા ગણાય. દિઠિવાયથી એ પૂર્ણ કૃતિ ન સમજીએ અને એને દિઠિવાયનો એક ભાગ સમજીએ અને વીરનિર્વાણુથી એક હજાર વર્ષે પુનો ઉછેદ થયાની હકીકત આ સાથે વિચારીએ તો કમ્મપયડિસંગહણીની રચના ઈ. સની પાંચમી સદી જેટલી તો પ્રાચીન ગણાય છે. આના કર્તા ‘પૂર્વધર જણાય છે અને આગમોદ્ધારકે એમને “પૂર્વધર કહ્યા પણ છે.
પણgવણના “કમ્મપડિ' નામના ૨૩મા પય ઉપરની વૃત્તિ (પત્ર ૧૪૦)માં હરિભદ્રસૂરિએ અવતરણરૂપે બે પદ્યો કમપયડમાંથી આવ્યાં છે. તે માં નોરણવાળે પદ્ય આપતી વેળા એના
૧. જુઓ સાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ. ૩૧).