Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૭૧)માં “ગત ગણિતમ"થી. શરૂ થતી અને વિ. સં. ૧૨૨૨માં લખાયેલી હાથપોથીવાળી એક અજ્ઞાતકર્તક ટીકાની તેમ જ બીજી પણ અજ્ઞાતકર્તાક ટીકાની નોંધ છે. આ પૈકી પહેલી ટીકા તે ચુણિણ જ છે એમ ચુણિની આદ્ય ગાથાનું સામ્ય જોતાં લાગે છે.
ચુહિણને રચના સમય–આ ચુણિણ એ પ્રાચીનતમ વિવરણ છે પરંતુ એના કર્તાએ પિતાના નામ કે પ્રણયનકાળ વિષે કશો નિર્દેશ કર્યો નથી. તેમ છતાં “પરમહંત' કુમારપાલના સમકાલીન
મલયગિરિસૂરિએ આ ચણિનો ઉપયોગ કર્યો છે એ હિસાબે આ ચુણિણ વિક્રમની દસમી સદી જેટલી તે પ્રાચીન હશે જ એમ સહજ મનાય. કમ્મપયડિસંગહણની મલયગિરિસૂરિકૃત વૃત્તિથી વિભૂષિત આવૃત્તિના વિ. સં.૧૯૬ માં લખાયેલા સંસ્કૃત ઉપઘાત (પત્ર ૩)માં આગમ દ્ધારકે આ ચણિણના રચનારને સમય વિરહાચાર્ય ઉફે હરિભદ્રસૂરિના સત્તાસમયથી પણ પ્રાચીન છે એમ કહ્યું છે. આ વાત યથાર્થ હોય તે યુણિને સમય ઈ.સ ૭૦૦ કરતાં પ્રાચીન ગણાય અને હરિભદ્રસૂરિનો સ્વર્ગવાસ વિ. સં. ૧૮પમાં થયે એ મત મુજબ ઈ. સ. ૫૦૦ કરતાં પ્રાચીન ગણાય. પ્રસ્તુત યુણિને ઉલ્લેખ બન્ધસયગની યુણિ (પત્ર ૪૩)માં તેમ જ સત્તરિયાની ગુણિ પત્ર ૬૧, ૬ , ૬૪ અ તથા ૬૫૮)માં કરાયો છે.
વિલક્ષણતા-કમ્મપયડિસંગહણી અને એની પ્રકાશિત ચુણિ પૈકી એકની એક પણ પ્રાચીન હાથપોથી હજી સુધી તે
૧ કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ. ૩૧)માં પં. હીરાલાલ જેને આ ચુણિ યતિવૃષભે રચ્યાનું કહ્યું છે.
૨ એમણે પ્રારંભમાં તેમ જ અંતમાં ચૂર્ણિકારનું ગૌરવપૂર્વક સ્મરણ કર્યું છે.