Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કમસિદ્ધાત સબંધી સાહિત્ય [ખંડ ૧: જેમકે બાન–કરણ (ગા, ૧-૧૦૨), સંક્રમ-કરણ (ગા. ૧-૧૧૧), ઉદ્દવર્તન-કરણ ને અપવર્તન-કરણ (ગા. ૧-૧૦), ઉદીરણકરણ (ગા. ૧-૮૯), ઉપશમના–કરણ (ગા. ૧-૭૧), નિધત્તિકરણ અને નિકાચન-કરણ (ગા. ૧-૩), ઉદય (ગા.૧-૩૨) અને સત્તા (ગા. ૧-૫૭).
સંગ્રહાત્મક કૃતિ-કમ્મપયડિસંગહણની પ્રકાશિત ચુણિ (પત્ર ૧)માં, બંધસયગની પ્રકાશિત ચુપિણ (પત્ર ૪૩)માં તેમ જ સિત્તરિની પ્રકાશિત ચુણિ (પત્ર ૬૧, ૬૪ અને ૬પ૪)માં કમ્મપયડિને કમ્મપગડિસંગહણ જેવા નામથી જે ઉલ્લેખ
વાય છે તે જોતાં પ્રસ્તુત કૃતિ સંગ્રહાત્મક હોવાનું અનુ મનાય છે. સમભાવભાવી હરિભદ્રસૂરિએ પરણવાની પ્રદેશવ્યાખ્યા નામની વૃત્તિ (પત્ર ૧૦૦ અને ૧૨૯)માં આ કૃતિને કર્મપ્રકૃતિસંગ્રહણિકા કહી છે એ આ વાતનું સમર્થન કરે છે. આ વૃતિના પત્ર ૧૨માં “મારવાડ”થી શરૂ થતી ૯૬મી ગાથા ઉધૃત કરાઈ છે. કમ્મપયડિસંગહણની યુણિણ (પત્ર આ)માં “Hજરીવાળીનામ વાળ” તરીકે આ કૃતિને ઓળખાવાઈ છે.
પ્રણેતા–કમ્મપયડિસંગહણના કર્તાએ પિતાનો પરિચય આપ્યો નથી. નામ પણ જણાવ્યું નથી એટલે એ દિશામાં પ્રયાસ કરો બાકી રહે છે, મલયગિરિસૂરિએ કમાયડિના બંધન કરણ (ગા. ૧૦૨)ની ટીકા (પત્ર ૬૮અ)માં કમ્મપયડિના અને સાથે સાથે બન્યસયગના કર્તા તરીકે શિવશર્મસૂરિને ઉલેખ કર્યો છે. વળી કમ્મપયડિના કતાં શિવશર્મસૂરિ છે એ વાત દેવેન્દ્રસૂરિએ છાસીઈ (ગા. ૧૨)ની પજ્ઞ વૃત્તિ (પૃ. ૧૭૭)માં સ્પષ્ટપણે જણાવી છે એટલું જ નહિ પણ એની ૩૪૦મી ગાથાને અર્ધ ભાગ અવતરણરૂપે પણ આપ્યો છે. આ દેવેન્દ્રસૂરિ વિ સં. ૧૦૨૭માં સ્વર્ગ સંચર્યા છે. એટલે કમ્મપયડિના કર્તાનું નામ શિવશર્મસૂરિ છે એ બાબત લગભગ ૮૦૦ વર્ષ જેટલી તે પ્રાચીન કરે છે.