Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ સવિવરણ બન્ધસયગ
૨૩ બન્ધસયગ અને નવ્ય સયગમાં તફાવત–બન્ધસયગના કર્તા શિવશર્મસૂરિ છે, જ્યારે “નવ્ય” સયંગને રચનારા દેવેન્દ્રસૂરિ છે. શિવશર્મસૂરિ દેવેન્દ્રસૂરિ કરતાં ઘણું પ્રાચીન છે. એમની કૃતિને લક્ષ્યમાં રાખી દેવેન્દ્રસૂરિએ ‘નવ્ય' સયગ રચ્યું છે અને બંધસયુગને “બહઋતક' કહ્યું છે. આ બંને સયગ જ મ અને તે પણ પદ્યમાં-ગાથામાં રચાયાં છે. બંધસયગ જે બે ભાસ તેમ જ
માલધારી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ સહિત છપાવાયું છે તેમાં ૧૦૬ ગાથા છે. જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૩૬૯)માં ૧૧૧ ગાથાને ઉલ્લેખ છે.
બંને સયગમાં વિષય પરત્વે ભેદ છે. નિમ્નલિખિત બાબતો જે બંધસયગમાં છે તે ‘નવ્ય સયગમાં નથી.
(૧) ૬૨ માગણાસ્થાનમાં ૧૪ અવસ્થાને, (૨–૩) ચૌદ વસ્થાનોમાં ઉપયોગ અને યોગો, (૪) ૬૨ માગણાસ્થાનોમાં ગુણસ્થાને, (૫૬) ગુણસ્થાનોમાં ઉપયોગ અને યોગ, (૭) ગુણ
સ્થાનમાં સામાન્યતઃ બંધનાં ચાર કારણો, (૮) આઠ કર્મોનાં વિશેષ કારણે, (૯) આઠ મૂળ પ્રકૃતિનાં બંધ, ઉદય અને ઉદીરણુનાં સ્થાને, (૧૦) ગુણસ્થાનોમાં બંધ. ઉદય અને ઉદીરણાનાં સ્થાનોને સંવેધ, (૧૧) મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ, (૧૨) ગુણસ્થાનો માં ઉત્તર પ્રકૃતિનાં બંધસ્વામિત્વ, (૧૩) માર્ગમાં બંધસ્વામિત્વ તેમ જ (૧૪) ઉત્તર પ્રવૃતિઓનાં મિથ્યાવાદિ ચાર કારણો.
નવ્ય' સયગમાં નીચે મુજબની જે બાબત છે તે બંધસયગમાં નથી –
(૧) ધ્રુવ બંધ, ધ્રુવ ઉદય, ધ્રુવ સત્તા અને પરાવર્તન અંગેની પ્રકૃતિઓ અને એની પ્રતિપક્ષિણ, (૨) ઉત્તર પ્રવૃતિઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ, (૩) એકેન્દ્રિયાદિની સ્થિતિનું પ્રતિપાદન, (૪)
૧, જુઓ કીબન્ધશતક પ્રકરણની સંસ્કૃત પ્રસ્તાવના (પત્ર ૩અ). ૨. આ બાબતે દેવેદ્રસૂરિએ છાસીઈમાં આપી છે